રાધનપુર માં એક પછી એક ગાંજા નું વાવેતર ઝડપાઇ રહ્યું છે પંદર દિવસ અગાઉ એસ.ઓ.જી પોલીસે મોટી પીપળી ગામમાં ગાંજા નું વાવેતર કરેલ ખેતર ઝડપ્યું હતું જ્યારે વધુ એક નશીલા કાળા કારોબાર ને ઝડપી પાડવામાં રાધનપુર પોલીસ ને સફળતા મળવા પામી છે પોલીસે રાધનપુર ના જૂની ધરવડી ગામ માં એક શખ્સ ના વાડા માં વાવેતર કરેલ 320 જેટલા ગાંજા ના છોડ સાથે ગાંજાનો વેપલો કરતા શખ્સ ને ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા 24.93 લાખ ની કિંમત નો 249.35 કિલો ગાંજા ના જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી હાલ માં પોલીસે નારકોટિક્સ ની પણ મદદ લીધી છે અને આ ગાંજો ક્યાં વેચતો હતો કોને આપતો હતો સહિત ની તપાસ હાથ ધરવામાં આવી છે
રાધનપુર પોલીસે લાખો રૂપિયા નો ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું
