તા.૨૫ના રોજ ભાવનગર શહેરનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્ય સરકારનાં આદેશ અનુસાર મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે પોલીસ અધિક્ષક, ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી/પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓ પાસેથી વિવિધ કચેરીમા અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે તા.૧૦મી ઓગષ્ટ સુધીમાં અરજીઓ મંગાવામા આવે છે તેમ સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવવામા આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment