જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ – કાલાવડ દ્વારા જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ 

       જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ – કાલાવડ દ્વારા તા.૦૭-૦૯-૨૦૨૩ ને ગુરુવાર જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રાનો સવારે ૭:૩૦ કલાકે ‘શ્રી રામજી મંદિર’ થી શરુ થઇ ગ્રેઇન મારકેટ રોડ પાસેથી ધોરાજી રોડ ઉપર ઓકટ્રોય નાકા પાસેથી સિનેમા રોડ થઇ મુરીલા નાકાથી મેઈન બજારમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ સવારે ૧૧ કલાકે નગર દરવાજે લીમડા ચોક ખાતે ધર્મસભા યોજાશે. આ ધર્મસભામાં શીખ સંપ્રદાયના ગ્રંથી સાહેબ, ગુરુદેવસિંગ ગુરુદ્વારા – જામનગર સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. ત્યાર બાદ શોભાયાત્રા ફરી આગળ વધી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થઈ બસ સ્ટેન્ડ પાસે થી નવી કોર્ટ રસ્તેથી ગ્રેઇન માર્કેટ ઉપર આવી શ્રી રામજી મંદિરે પૂર્ણ થશે. કાલાવડના વિવિધ ગ્રુપો તથા સંસ્થાઓ દ્વારા શહેરમાં ધજા, પતાકા અને લાઈટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવેલ છે તેમજ આકર્ષક ફ્લોટ બનાવવામાં આવી રહેલ છે. દુકાનો અને ઘર ઉપર ભગવા રંગની ધજા ફરકાવવામાં આવેલ છે.

      શોભાયાત્રા તથા ધર્મસભામાં તમામ ભાવિકોને જોડાવા જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ દ્વારા અનુરોધ કરેલ છે.

Related posts

Leave a Comment