કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આજે સંભવિત વાવાઝોડા ને લઈને સ્થળ નિરીક્ષણ માટે અલંગ અને સરતાનપરની મુલાકાત લીધી

ભાવનગર

    ગુજરાત માં આવનાર સંભવિત વાવાઝોડું તોકતે ની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાણમાંલની સલામતી અને સુરક્ષા માટે જાગૃતિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે.

વાવાઝોડા ની સ્થિતિમાં સૌપ્રાથમ વાવાઝોડા ની પેહલા કેટલી તૈયારીયો કરવી અવાશ્યક છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આજે સંભવિત વાવાઝોડા ને લઈને સ્થળ નિરીક્ષણ માટે અલંગ અને સરતાનપરની મુલાકાત લીધી.

તોઉતે વાવાઝોડા ને લઈને ભાવનગર જિલ્લા વહીવટ તંત્ર એલર્ટ મોડ પર કર્યા કરી રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિ ને પોંહચી વળવા અને બચાવ અને રાહત કામગીરી માં ઝડપ આવે તે માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બનવાલ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેના ભાગરૂપે આજે સવારે તેઓએ જાગવીખ્યાત શિપબ્રેકીંગ યાર્ડ એવા તળાજા તાલુકા ના અલંગ અને સરતાનપર બંદર ની મુલાકાત લઇ ચાલતા બચાવ કાર્ય ની સમીક્ષા કરી ઉપસ્થિતિ અધિકારીઓ માર્ગ દર્શન આપી ઝીરો કેશ્યૂલિટી સાથે અને સરતાનપર સ્થળઆંતર થાઇ તે માટે પ્રેરિત કર્યા.
ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લો પણ મોટો દરિયાકિનારા ધરાવતો હોવાથી ગઈ કાલે દરિયાકિનારા નજીક ના 43 ગામો માંથી સ્થળઆંતર કામગીરી શરુ કરવામાં આવી. 

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment