ખંભાતના નવરત્ન ટોકિઝ પાસે ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2ના મોત અને 2 ઇજાગ્રસ્ત

હિન્દ ન્યુઝ, આણંદ 

    ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી ત્યારે બપોરના બે કલાકની આસપાસ યાત્રા નવરત્ન ટોકીઝ પાસે પહોંચી હતી. લાડવાડા ગણેશજીની મૂર્તિ વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગતા ૪ યુવકો નીચે પટકાયા હતા. જેને કારણે 2 યુવકનું મોત નિપજ્યું હતું અને 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત યુવકોને ખંભાતની જનરલ હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનાને પગલે ખંભાતમાં ભારે ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાત શહેરના લાડવાડા વિસ્તારની નંદી પર સવાર ગણેશજીની મૂર્તિ સાથે તે વિસ્તારના લોકો વિસર્જન યાત્રા સૌ પ્રથમ જોડાયા હતા.સાડા 15 ફુટની ઉંચાઈ ધરાવતી ગણેશજીની મૂર્તિને લઇને લાડવાડા વિસ્તારના લોકો નવ રત્ન ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ તારમાં મૂર્તિ અડી જતા વીજ કરંટ લાગ્યો હતો. જેને કારણે ઉપર બાજુએથી 4 યુવકો નીચે પટકાયા હતા. જેમાંથી આકાશ ગોપાલભાઈ ઠાકોર અને સંદીપ કાંતિલાલ ઠાકોરનું વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વીજ કરંટથી ઇજાગ્રસ્ત નિરવ રાજેશભાઈ ઠાકોર અને દર્પણ ગોપાલભાઈ ઠાકોર ખંભાતની જનરલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોતના પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે, વીજ કરંટ ગંભીર ઘટના મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે બની છે તેવું સ્પષ્ટ ઉગ્ર રોષ સાથે લાડવાડા વિસ્તારના લોકોએ જણાવ્યું હતું.

Related posts

Leave a Comment