ચંદ્રયાનની થીમ પર ગણેશજીની મૂર્તિ આકર્ષણરૂપ બની

હિન્દ ન્યુઝ, આણંદ 

      વડોદરા જીલ્લામાં દુદાળા દેવ વિદ્મહર્તા ગણેશજીની પૂજા આરાધનાના અવસર સમાન ગણેશ મહોત્સવની વિવિધ પંડાલો અને ધર્મસ્થાનો પર મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે. યુવક મંડળો દ્વારા કેટલાંક સ્થળોએ આકર્ષણરૂપ ગણેશ મહોત્સવ ઉજવવા માટે નવતર આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના ભાયલીમા આધ્યા એરીશ સોસાયટી પરીવાર દ્વારા ગણેશ મહોત્સવની વિશિષ્ટતા સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં જ દેશ દ્વારા ચંદ્રયાનની સફળતા સંબંધિત થીમ પર ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત પંડાલમાં ચંદ્રયાન, ચંદ્રભૂમિ વગેરે થીમ બનાવવામાં આવી છે.

 

ગણેશજી સ્થાપનામાં મંગળવારે છપ્પનભોગ અને સત્યનારાયણ પૂજા નું આયોજન કરાયું. આયોજક શ્રીરામભાઈ અગ્રવાલ, નિલેશભાઈ પંડ્યા, નરેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ રાવલ વકીલ તેમજ સભ્યો દ્વારા સુંદર આયોજન કરાયુ.

આણંદ જિલ્લા બ્યુરો ચીફ : ભાવેશ સોની 

Related posts

Leave a Comment