બોટાદ ખાતે “નવા ઉભરતા બાગાયતી પાકો અને મુલ્યવર્ધન” અંગે સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા “નવા ઉભરતા બાગાયતી પાકો અને મુલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ માહિતી, માર્ગદર્શન અને પ્રદર્શન થકી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જીલ્લ્લા બહારથી પ્રગતીશીલ ખેડુતો પણ આ તકે ખાસ ઉપસ્થિત રહી આ સેમીનારનો લાભ લીધો હતો. જિલ્લાના ખેડુતો નવા-નવા બાગાયતી પાકો અપનાવે અને તેના થકી તેમની આજીવિકામાં સુધારો આવે એવા શુભ આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

કાર્યક્રમની આભારવિધિ પ્રવીણભાઈ શિયાળીયા બાગાયત મદદનીશ જિલ્લા કક્ષા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ સંયુક્ત બાગાયત નિયામક તેમજ જિલ્લાના નાયબ બાગાયત નિયામક્ અને જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ કે.વી.કે. સણોસરાના વિષય નિષ્ણાંત અને ભાવનગરથી મદદનીશ બાગાયત નિયામક, કેનીંગ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment