બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોએ જમીનો ઉપરના બાકી મહેસુલી કરોની રકમ ભરપાઈ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ તાલુકા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોને જણાવવામાં આવે છે કે, હાલ તા.૦૧/૦૮/૨૦૨૧ થી નવું મહેસુલી વર્ષ શરૂ થઈ થયેલ છે આથી જમીનો ઉપરના બાકી મહેસુલી કરો જેવા કે જમીન મહેસુલ, શિક્ષણ ઉપકર તથા જિલ્લા પંચાયત ઉપકર ની રકમ ભરવાની બાકી નીકળતી હોય તે રકમ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી નો રૂબરૂ સંપર્ક કરી આ જાહેર નોટીસની પ્રસિધ્ધિની તારીખ થી દિવસ – ૭ માં ભરી આપવાની રહેશે જો તેમ કરવામાં ચૂક કરશો તો જમીન મહેસુલ કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે જેની સબંધિતોએ ખાસ નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment