હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોલાધર-વાલાસીમડી નોન-પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દીઠ મળતી નોન-પ્લાન યોજનાની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1 કરોડ ના ખર્ચે બનનાર આ રોડ આઝાદી બાદ પ્રથમ વખત ડામર રોડ બનશે. આ તકે તા.પ. સદસ્ય મંજુલાબેન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, અમિતભાઇ પટેલ, ગાંડુભાઈ ઠેસીયા, ગોલાધર અને વાલાસીમડી ગામના સરપંચઓ તેમજ આગેવાનો હાજર રહેલ હતા.
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ