નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી લોકમેળો ખૂલ્લો મુકયો

હિન્દ ન્યુઝ, તરણેતર         કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્‍યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. તરણેતર લોકમેળાને ખુલ્‍લો મુક્યો બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્‍કૃતિક વિરાસતનો સમૃધ્‍ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ દેશ–વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા…

Read More

યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા’ને પ્રદર્શિત કરતા માહિતી ખાતાના પ્રદર્શનને ખુલ્લું મુકતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળામાં માહિતી ખાતા દ્વારા ‘યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા’ ને પ્રદર્શિત કરતા પ્રદર્શનને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે અને ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત પ્રદર્શનનું નિરીક્ષણ કરી ગુજરાતે સાધેલા બે દાયકાના વિકાસની સિધ્ધિઓની સુંદર અને આકર્ષિત તસ્વીરોને પ્રદર્શનમાં રજુ કરવા બદલ માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે પ્રદર્શનએ…

Read More

નર્મદા નદીમાં આવેલ પુરના કારણે ભરૂચ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતી

હિન્દ ન્યુઝ, ભરૂચ       નર્મદા નદીમાં આવેલ પુરના કારણે ભરૂચ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીએ અંકલેશ્વરના દિવારોડ,જીનવાલા કોમ્પલેક્ષ તથા ભરૂચી નાકા વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાત ભરૂચના કસક વિસ્તારની મુલાકાત લઈ માધ્યમો સાથે વાતચિત કરી દાનની સરવાણી વહાવતી સ્વૈચ્છિક સંસ્થાઓનો આભાર માન્યો હતો. દિવારોડ પર બોટમાં બેસીને આ વિસ્તાર પાણીથી ગરકાવ થયેલ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત કરી હતી.પુર પ્રભાવિત આ વિસ્તાર ઉપરાંત જીનવાલા કોમ્પલેક્ષમાં શરૂ કરાયેલ સેલ્ટર હોમની પણ મુલાકાત કરીને અસરગ્રસ્તોની ખબરઅંતર પુછયા હતા. દિવારોડ પર આવેલ સોસાયટીઓમાં આોમપુરી, મંગલમૂર્તિ,…

Read More

ઉપલેટા ખાતે યોજાયેલ આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ

હિન્દ ન્યુઝ, ઉપલેટા        ઉપલેટાના મામલતદાર એમ. ટી. ધનવાણીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે PMJAY મેગા કેમ્પની મુલાકાત લઈને લાભાર્થીઓને PMJAY યોજના બાબત મળતા લાભો વિષે સમજાવ્યુ હતું. તેમજ ABHA CARD ના ફાયદા સમજાવી બંન્ને કાર્ડ લાભાર્થીઓને કઢાવવા માટે માહીતગાર કર્યા હતા. તેમજ સરકાર દ્વારા કાર્યરત કરાયેલા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો વિષે અર્બન હેલ્થ ઓફીસર ડો.મોરી સાથે ચર્ચા કરી હતી. જેમા NCD, PMMVY, JSY, KPSY ના લાભાર્થીઓને મળતા લાભ વિષે ચર્ચા કરી બાળકોને આપવામાં આવતી રસી વિષે માહીતી મેળવી હતી. તથા ઉપલેટામાં આવતી તમામ સરકારી કચેરીના રૂ. ૪ લાખ કરતા…

Read More

વડાપ્રધાનના જન્મ દિવસે ગોંડલમા રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં ૯ અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૩ બાલ સેવા કેન્દ્ગનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ       ધોરાજીમાં ૨ ઉપલેટામાં એક અને જસદણમાં એક મળી કુલ નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત કરાયા છે. જેથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધામાં વધારો થશે. આ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં એક મેડિકલ ઓફિસર, એક સ્ટાફ નર્સ, એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (SI), એક આયાબેન અને એક સિક્યુરિટી મળી કુલ ૫(પાંચ) જગ્યાઓ મંજુર કરવામાં આવી છે, આ તમામ ૯ મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફને નિમણુક પત્રના ઓર્ડર મંત્રીના હસ્તે અપાયા હતા. આ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે કાયમી ઓ.પી.ડી.ની સેવાઓમાં કુલ ૧૦૯ ઉપરની દવાઓ અને સાત પ્રકારના મેડિકલ…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ વર્ષ પૂર્ણતાના અવસરે રાજકોટથી ૭૩ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ ૭૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ કેમ્પસ ખાતેથી ૭૩ જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુક્યા હતા. મંત્રી માંડવીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલું હોઈ આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરાયા છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના…

Read More

ભાદ્ર માસની વિનાયક ચતુર્થી પર સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું આઠમું ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ    ભાદરવા માસની કૃષ્ણ ચતુર્થી પર સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે.   કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્થિવ ગણેશ પૂજનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રી ગણેશના સૌથી મોટા આરાધના પર્વ એટલેકે ભાદ્ર માસના ગણેશ નૌરાત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ભક્તો શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્તને વિધિવત ગણેશ પૂજનનો લાભ મળે તેવા શુભ હેતુથી પાર્થિવ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.      ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થિવ ગણેશ પૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી ગણેશના સૌથી પ્રાકૃતિક સ્વરૂપ “પાર્થિવ” એટલે કે માટીથી…

Read More