યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા’ને પ્રદર્શિત કરતા માહિતી ખાતાના પ્રદર્શનને ખુલ્લું મુકતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળામાં માહિતી ખાતા દ્વારા ‘યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા’ ને પ્રદર્શિત કરતા પ્રદર્શનને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે અને ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત પ્રદર્શનનું નિરીક્ષણ કરી ગુજરાતે સાધેલા બે દાયકાના વિકાસની સિધ્ધિઓની સુંદર અને આકર્ષિત તસ્વીરોને પ્રદર્શનમાં રજુ કરવા બદલ માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે પ્રદર્શનએ પ્રચાર – પ્રસારનું સબળ માધ્યમ છે અને તેના દ્વારા આમ પ્રજાને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે છે. માહિતી ખાતા દ્વારા પ્રદર્શિત આ પ્રદર્શનમાં વિકાસલક્ષી વૈવિધ્યસભર તસવીરોના માધ્યમથી ગુજરાતના અવિરત વિકાસથી લોકો માહિતગાર થશે તેમ જણાવી લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો હતો. આ તકે સયુંકત માહિતી નિયામક મિતેષ મોડાસિયાએ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય વિગતો દર્શાવતી આકર્ષિત તસવીરો વિશે ઉપસ્થિત મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન કેન્દ્રમાં સરકારની વિવિધ યોજનાઓની આછેરી ઝલક દર્શાવતી તસ્વીરો ઉપરાંત સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, તાલીમી આઇ.એ.એસ. હિરેન બારોટ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર સહિત માહિતી વિભાગના કર્મચારી તેમજ અઘિકારી – પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment