હાઇરાઇઝ બિલ્ડીંગનાં સ્થાનિક રહેવાસીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ: ૯૦ જેટલા રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ (૧) સત્યમ હિલ્સ એ + બી + સી, મટુકી રેસ્ટોરન્ટની સામે, વૃંદાવન સીટી રોડ, પુનિતનગર, રાજકોટ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુ, તેમજ (૨) આત્મીય કોલેજ, કાલાવડ રોડ ના વિદ્યાર્થીઓને કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે તાલીમ આપવામા આવેલ હતી. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટ ને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ (૧) સત્યમ હિલ્સ એ + બી +સી, ૪૦ ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટની સામે,  વાવડી રોડ, રાજકોટ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે બંને બિલ્ડીંગના અંદાજે કુલ ૬૦ જેટલા રહેવાસીઓ મોકડ્રીલમા તેમજ (૨) આત્મીય કોલેજ, કાલાવડ રોડના ૩૦ વિદ્યાર્થીઓએ કાલાવડ રોડ ફાયર સ્ટેશનની વિઝીટ કરેલ ત્યારબાદ   સ્ટેશનમાં લગાવેલ ફાયર સીસ્ટમની તાલીમ આપેલ. જે મોકડ્રીલ તથા તાલીમમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર એમ. કે. જુણેજા, એચ. પી. ગઢવી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Related posts

Leave a Comment