સેન્ટ્રલ ઝોનના અલગ-અલગ રોડ પર મનપાના વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ 

“વન વીક, વન રોડ” ઝુંબેશ

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ સેન્ટ્રલ ઝોનના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર NOC અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

(ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી)

રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશ્નરશ્રી દ્વારા મંજુર કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા.૩૧/૧/ર૦ર૩ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૭, ૧૪ તથા ૧૭ માં સમાવિષ્ટ ત્રિકોણ બાગ ચોકથી અટીકા ફાટક સુધીના ઢેબર રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૭ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૪૨૨૦ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે

ક્રમ સ્થળ દુર કરવામાં આવેલ દબાણની વિગત
યુસુફભાઈ વાળા, વાળા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ છાપરાનું દબાણ
રતિભાઈ જે. પટેલ, ફૌજી રેસ્ટોરન્ટ છાપરાનું દબાણ
એરવેલ ઇલેક્ટ્રિકલ, ગુરુકુળ પાણીના ટાંકા સામે રેલીંગનું દબાણ
શ્રી શ્યામ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ છાપરાનું દબાણ
ઓસમાણભાઈ, નેશનલ ઓટો હાઉસ છાપરાનું દબાણ
ભાવિનભાઈ, મહાદેવ ઓટો ઇલેક્ટ્રિક એન્ડ ચાવી છાપરાનું દબાણ
મુકેશભાઈ ડાભી, મોમાઈ ટી એન્ડ પાન છાપરાનું દબાણ
એ. જી. ગમાર, ચા વાળા છાપરાનું દબાણ
આર. આર. કોમ્પ્લેક્ષ, ભારત ઇલેક્ટ્રિકલ્સ રેલીંગ તથા પોલનું દબાણ
10 નેક્સસ હોટેલ સામે રોડ પર ઓટલો
૧૧ સીટી સેન્ટર બિલ્ડીંગ પાર્કિંગમાં ઓટલો
૧૨ પટેલ રેડિયો પાર્કિંગમાં ઓટલો
૧૩ પી.આર. કોમ્પ. લોખંડની રેલીંગ તથા ઓટલો
૧૪ ટંકારાવાળા સ્ટોર રોડ પર ઓટલો
૧૫ વી.વી. કોમ્પ. લોખંડની જાળી
૧૬ આર્ય સમાજની વાડી લોખંડની જાળી
૧૭ ડી.બી.એસ. એ.ટી.એમ. સાઈન બોર્ડ
૧૮ વાણીજ્ય ભવન પાર્કિંગમાં સાઈન બોર્ડ
૧૯ ધરતી બેંક સાઈન બોર્ડ
૨૦ બીગ પોર્ટ ટી પાર્કિંગમાં પતરા
૨૧ શિવાલિક એપાર્ટમેન્ટ સાઈન બોર્ડ
૨૨ મધુરમ હોસ્પી. સામે સાઈન બોર્ડ
૨૩ સ્વામી. ગુરુકુળ સામે સાઈન બોર્ડ
૨૪ સ્વામી. ગુરુકુળ સ્કુલ સામે ફૂટપાથ પર ઓટલો
૨૫ અમિત બિલ્ડીંગ પાર્કિંગમાં ઓટલો
૨૬ શ્રી રામ ટેલીવર્લ્ડ પાર્કિંગમાં સાઈન બોર્ડ
૨૭ શ્રી સરસ્વતી સ્કુલ રોડ પર સાઈન બોર્ડ

આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્નર, સીટી એન્જીનીયર સેન્ટ્રલ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ/વોટર વર્કસ/ડ્રેનેજ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, વેરા વસુલાત શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફૂડ વિભાગ, આરોગ્ય શાખા, ગાર્ડન શાખા, પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(ફૂડ શાખાની કામગીરી)

  • વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઢેબર રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૭ કિ.ગ્રા. વાસી /અખાધ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો અને ૧૨ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
  • ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :- 

                         વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા. ૩૧-૦૧-૨૦૨૩ ના રોજ શહેરના ઢેબર રોડ વિસ્તારમાં આવેલ (૧)જુગાડુ વડાપાઉં (કિશાનપરા ચોક)- ૫ કિ.ગ્રા. વાસી પાઉં, વાસી બ્રેડનો નાશ કરવામાં આવ્યો તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના (૨)પટેલ ડેરી પ્રોડક્ટસ પ્રા.લી. (છાશવાલા)- ચોકલેટ લસ્સી(૨૨૦ મિલી) ૩૬ નંગ, તથા રજવાડી લસ્સી(૨૨૦ મિલી) ૧૭ નંગ જથ્થાપર લેબલ ની વિગતો અવાચ્ય હોય સ્થળ પર નાશ કરવામાં આવ્યો તથા લેબલ સુધારા કરવા બાબતે સૂચના (૩)શિવશક્તિ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ઓમ ફાર્મસી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)ટવીલાઇટ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)ઓમ ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)વાળા પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)ગોકુલ ટી સ્ટોલ & ફૂડ ઝોન – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)ગોકુલ પરોઠા હાઉસ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)રાજ ટી સ્ટોલ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)અશોક ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

                   તથા (૧૩)અમર પાન & કોલ્ડ્રિંક્સ (૧૪)કિર્તિ સેલ્સ એજન્સી (૧૫)રાજ રેસ્ટોરેન્ટ (૧૬)મહેન્દ્ર પાન & કોલ્ડ્રિંક્સ (૧૭)ટી & કોફીબાર (ST કેન્ટીન) (૧૮)માતૃ ફૂડસ & બેવરેજીસ પ્રા.લી. (ST કેન્ટીન) (૧૯)રાઠોડ પાન (૨૦)પ્રકાશ પાન (૨૧)કૈલાશ મેડિકલ હાઉસ (૨૨)સુપર પાન & કોલ્ડ્રિંક્સ (૨૩)પાલજી સોડા શોપ (૨૪)અનિલ સમોસા સેન્ટર (૨૫)લક્ષ્મી હોટેલ (૨૬)બિગ પોટ (૨૭)શિવમ મેડિકલ સ્ટોર (૨૮)આનંદ મેડિકલ સ્ટોર (૨૯)રંગોલી જનરલ સ્ટોર (૩૦)શ્રીજી પ્રસાદમ (૩૧)શ્રી સ્વામીનારાયણ મેડિકલ સ્ટોર (૩૨)રાજહંસ પાન (૩૩)માધવ રેસ્ટોરેન્ટ (૩૪)અશોક પાન સેન્ટર (૩૫)ટી પોસ્ટ (૩૬)શિવાની મેડીસીન (૩૭)મોમાઈ હોટલ (૩૮)બંસી ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૩૯)હરસિદ્ધિ ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૩ નમૂના લેવામાં આવેલ :-

(૧) ‘GO CHEESE PROCESSED (FROM 1 KG. PACKED)’: સ્થળ -‘શિવશક્તિ

     એજન્સી’, H-52, આનંદનગર કોલોની, ગાયત્રી મંદિરની સામે, આનંદનગર મેઇન રોડ, રાજકોટ.

(૨) ‘PETAL CHEESE PROCESSED (FROM 1 KG. PACKED)’: સ્થળ -‘તીર્થ

     માર્કેટીંગ’, ચિત્રકૂટ સોસાયટી મેઇન રોડ, ગાયત્રી શુઝની બાજુમાં, રેલ્વે ટ્રેકની સામે, રાજકોટ

(૩) ‘CALCLO & FROID NUTRI PROCESSED CHEESE ANALOGUE (FROM     1 KG. PACKED)’: સ્થળ -‘બાલાજી માર્કેટીંગ’, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, દુકાન નં.૭, ૯, & ૧૩, જુબેલી શાકમાર્કેટ સામે, રાજકોટ.

(દબાણ હટાવ શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૩૧/૦૧/૨૦૨૩ શહેરમાં ઢેબર રોડ પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્તા પર નડતર ૦૨ રેંકડી-કેબીનો ઢેબર રોડ પરથી  જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૩ અન્ય પરચુરણ ચીજ ઢેબર રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી એન ૨૪૮ બોર્ડ બેનર ઢેબર રોડ પરથી જપ્ત કરવામાં આવેલ.

(ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા ત્રિકોણ બાગ થી ઢેબર રોડ પર ગુરૂકુળ સુધી ૦૧ – હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ, ૦૩ – સ્કુલ, ૦૭ –  હોસ્પીટલ, ૦૧ – લેબોરેટરી, ૦૭ – હોટલ, ૦૨ – રેસ્ટોરન્ટ, ૦૧ – ગેસ્ટ હાઉસ, ૦૧ – બસ સ્ટેન્ડ, ૦૩ – પેટ્રોલ પમ્પ  આમ, કુલ ૨૬ જગ્યાએ ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં ક્રાન્તિ એપાર્ટમેન્ટ રહેણાંક બિલ્ડીંગ, નાગરિક બેન્ક ચોક – ૧, બોમ્બે ગેરેજ પ્રા.લી. પેટ્રોલ પંપ, નેશનલ ઓટૉમોબાઇલ ભાડલાવાળા પેટ્રોલ પમ્પ,  મહેતા પેટ્રોલ પમ્પ કુલ – ૩,  હોટલ નેક્ષસ, , અને GSRTC  બસ સ્ટેન્ડ એમ કુલ – ૬  ને  રિન્યુઅલ નોટીસ આપવામાં આવેલ છે.

(રોશની શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા આજ રોજ તા:-૩૧-૦૧-૨૦૨૩ ના “વન વીક વન રોડ” ઝુંબેશ અંતર્ગત શહેરના ઢેબર રોડ (ત્રિકોણ બાગ થી સ્વામીનારાયણ ગુરુકુળ  સુધી) નાં રસ્તા પર રહેલ ૧૬૩ પૈકી ત્રણ (૩) બંધ સ્ટ્રીટલાઇટ ને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે તથા નડતરરૂપ દબાણ ને લગત જુદા જુદા ત્રણ લોકેશન પરથી ઇલેકટ્રીકલ સર્વિસવાયર દુર કરવામાં આવેલ છે. તેમજ રસ્તા પર આવેલ ૩ ટ્રાફીક સીગ્નલ ચેક કરવામાં આવેલ હતા.

(ગાર્ડન શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની બગીચા શાખા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત ઢેબર રોડ (ત્રિકોણ બાગ થી અટીકા ફાટક સુધી) વિસ્તારમાં નડતરરૂપ ૪૬ વૃક્ષોનું ટ્રીમીંગ, રોડ ડીવાઇડરમાં સફાઇ, કટીંગ, નિંદામણ, ગોડ તેમજ વોશિંગ સહિતની કામગીરી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંયુક્ત રીતે અંદાજે ૧૩૨ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૩૪૧ વૃક્ષોનું જીઓ ટેગીંગ પણ કરાયેલ છે.

Related posts

Leave a Comment