મકાન/દુકાન/ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગે માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન તથા આવા એકમો ભાડે આપતા માલિકો તથા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક ઉપર તથા દેશની સુરક્ષા તથા સ્થાનિક લોકોની જાન માલની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં મકાન/દુકાન/ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગે કેટલાંક નિયત્રંણો મુકવાની આવશ્યકતાને ધ્યાને લેતા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૦૫/૧૦/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે. ઉક્ત જાહેરનામામા દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં મકાન/દુકાન/ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકો અગરતો આ માટે આવા…

Read More

બોટાદ જિલ્લામાં સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો ( તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર) ના વેચાણ કરવા અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૦૫/૧૦/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે. ઉક્ત…

Read More

બોટાદ જિલ્લાના જુના / નવા મોબાઇલ ફોન અને સીમકાર્ડના વિક્રેતાઓએ મોબાઇલ ફોન અને સીમકાર્ડના ખરીદ – વેંચાણનું રજીસ્ટર નિભાવવા અંગેનું પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ ગુનાઓમાં વપરાયેલ અથવા ચોરાઈ ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનનાં વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે, જે મોબાઇલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુનાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે મોબાલઇ કોઇ અજાણી વ્યક્તિએ આપેલ છે અને તેને હું…

Read More

અમૃત યોજના તળે બોટાદ શહેર માટે 32 એમ.એલ.ડી ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, બોટાદ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાનાં લોકોને મળતી પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂ. ૪૨.૭૨ કરોડ ખર્ચે બોટાદવાસીઓને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ મળશે. બોટાદ ખાતે 32 એમ.એલ.ડી.ની ક્ષમતા સહિતનાં આ પ્લાન્ટનાં લોકાર્પણ થકી દૈનિક 3 કરોડ 20 લાખ લિટર પાણી ટ્રીટ કરી શકાશે. એ પૈકી હાલમાં 1 કરોડ 20 લાખ જેટલું પાણી ટ્રીટ થઈ થશે. શહેરી વિકાસ વિભાગનાં આ પ્રોજેક્ટનું અમલીકરણ…

Read More

1 ઑક્ટોબર – આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ અટલ પેન્શન યોજના દેશના અનેક લોકો માટે સુરક્ષા કવચ સમાન: બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં ટેકણલાકડી સમાન આ યોજના વૃદ્ધો માટે વરદાનરૂપ

હિન્દ ન્યુઝ, દર વર્ષે 1 ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 14 ઑક્ટોબર, 1990ના વૃદ્ધો માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 1 ઑક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારે આપણાં દેશમાં કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકાર દ્વારા વૃદ્ધોને સહાયરૂપ અનેક યોજનાઓ કાર્યરત છે જેનાથી તેઓ સમાજમાં ઉન્નત મસ્તકે અને સ્વમાનભેર પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. ત્યારે આજે આપણે વાત કરીશું અટલ પેન્શન યોજના વિશે. અટલ પેન્શન યોજના અથવા APY વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાની…

Read More

અવસર લોકશાહીનો, મારો મત, મારું ભવિષ્ય બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વીપ પ્રવૃતિ અંતર્ગત બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં મતદાનનું મહત્વ, નૈતિક ફરજ, વોટર હેલ્પલાઇન નંબર તેમજ ઈ.વી.એમ નિદર્શન દ્વારા મતદાન અંગે સવિશેષ માહિતી આપી તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, મતદારોમાં મતદાન માટે જાગૃતિ કેળવાય તથા કોઇપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી લોકશાહીનાં મહાપર્વની ઉજવણી કરવા પ્રેરાય તે માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

વડાપ્રધાન ના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમની ઉજવણી અન્વયે કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન  સહિત અનેક પ્રવૃતિઓ યોજાઈ વડાપ્રધાન કચ્છ જિલ્લામાં કુલ ૧૮૩ આવાસનું ઈ-લોકાર્પણ કરશે

હિન્દ  ન્યુઝ, ભુજ       વડાપ્રધાન ના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાશે. જે પૈકી ૦૯ એવા આવાસોમાં ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી,બનાસકાંઠા ખાતે જીવંત પ્રસારણ થશે. વડાપ્રધાન ની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી હોઈ જિલ્લાના ૦૨ લાભાર્થીઓ સાથે વડાપ્રધાન અંબાજીથી સીધો સંવાદ કરશે.       આ લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨…

Read More

શાળામાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ શહેરની શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લસ હાઇસ્કુલ, રવેચી હોટલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ માં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.      ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન શાળામાં પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ શાળાના તમામ સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એમ.કે.જુણેજા તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ ? તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને…

Read More

મનપા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરાજી: રૂ./- ૧૫.૫૮ કરોડની આવક: મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરરાજી તારીખ: ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ રૂ. ૧૫.૫૮ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત રૂ. ૯૧.૩૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ રૂ. ૩૩.૬૦ લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવેલ હતું. આ જાહેર હરરાજીમાં કુલ ૪૮૩ અરજદારોએ ભાગ લીધો હતો.

Read More

સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ               ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના  ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે સબબ આ વર્ષે પણ સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત નીચે મુજબના શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.…

Read More