વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કચ્છની સંભવિત મુલાકાતને અનુલક્ષીને પ્રભારી મંત્રી કિર્તીસિંહ વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દન્યુઝ, ભુજ         વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાપર્ણને લઇને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કચ્છના સંભવિત કાર્યક્રમ અન્વયે આજે ભુજ કલેકટર કચેરી ખાતે શિક્ષણ રાજયમંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી કિર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને લઇને સંબંધિત વિભાગના અધિકારીઓ ચર્ચા સાથે જરૂરી સુચન આપવામાં આવ્યા હતા.         આ બેઠકમાં પ્રભારીમંત્રી કિર્તિસિંહ વાઘેલાએ વહીવટીતંત્રના ઉપસ્થિત અધિકારીઓને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજીત થાય તે માટે યોગ્ય સંકલન કરીને કામગીરી કરવા સુચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને લઇને યોગ્ય સ્થળ નક્કી કરવા, પાર્કિગ તથા બેઠક વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું.…

Read More

ગૌવંશ લમ્પી હંગામી હોસ્પિટલ આઇસોલેશન સેન્ટર  અંજાર ખાતે ૮૪ પશુઓ સારવાર હેઠળ

હિન્દ ન્યુઝ, ભુજ         આજરોજ કલેક્ટર પ્રવીણા ડી.કે અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ અંજાર ખાતેના ગૌવંશ લમ્પી હંગામી હોસ્પિટલ આઇસોલેશનની જાત મુલાકાત લઈ માવજત-સેવાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જાત માહિતી મેળવી હતી. અંજાર શહેર તેમજ આસપાસના મુંદ્રા, થરાવડા, નાગલપર, નગાવાલડીયા, સાપેડા, સગારીયા, સિનોગ્રા, ખંભરા જેવા ગામોની લમ્પી રોગ અસરગ્રસ્ત ગાયોની અંજાર આઈસોલેશન સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.         કલેકટર પ્રવીણા ડી.કે.એ સ્વયં જાત નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે, ગૌ સંવર્ધન પશુ માટે સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સમાજના અન્ય સંગઠનોના સહયોગથી ગૌ પશુ સંવર્ધનની માવજત અને સારવારની કામગીરી કરાઈ રહી છે. સેવા ભાવિઓ અને તબીબોની કામગીરીના પગલે…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈ

હિન્દ ન્યૂઝ, રાજકોટ      રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં માન.મેયર ડૉ. પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.        આ પ્રસંગે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, નરેન્દ્રભાઈ…

Read More

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાર્વત્રિક વરસાદ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો જેમાં પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં ૭૦% વરસાદ નોંધાયો છે. પાટણ ના રાધનપુર સહેર માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી, રાધનપુર માં વરસાદ આજે વહેલી સવાર થી વરસી રહ્યો છે વરસાદ નું આગમન થતાં ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો.સાથે નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં વરસાદ થી રાધનપુર રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ થયા પરેશાન.રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ના પટાંગણ માં ઢીંચણ સમાં પાણી ભરાયા રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાતા પાણી માંથી પસાર થતા દર્દીના સગાઓ પરેશાન.રાધનપુર માં ધીમી ધારે વરસાદ ચાલુ,રાધનપુર…

Read More

વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામે જોગી તળાવ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં રંગેચંગે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ છે ત્યારે વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામે જોગી તળાવ અમૃત સરોવર પર વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ વી. સોલંકીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામા વિરોદર, બોડીદર, લમધાર, મૂળ દ્વારકા, વિઠ્ઠલપુર, કદવાર, વડવિયાળા સહિતના ગામના અમૃત સરોવર પર ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. ૧૫મી ઓગસ્ટના દિવસે આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૨૦ અમૃત સરોવરના કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં વેરાવળ તાલુકાના કુલ ૨ ગામ બીજ અને…

Read More

ગીર સોમનાથમાં પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં તાલાલા ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગરવા ગીરની ગીરીકંદરાઓની ગોદમાં વરસાદના અમીછાંટણાઓ વચ્ચે તાલાલાના મીલ કમ્પાઉન્ડ ખાતે પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ ફૂલથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં બેસી ગીર સોમનાથ જિલ્લા પોલીસ પ્લાટૂનનું નિરિક્ષણ કર્યું હતું. જે પછી ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનો સમય હિન્દુસ્તાનનો ભવ્ય કાલખંડ રહ્યો છે. આ સમય…

Read More