ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા તારીખ ૩૦ એપ્રિલ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)            ખાતેદાર ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ખેડૂતમિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી દરેક ગ્રામ પંચાયત ખાતે તથા ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકે છે. અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવી જરૂરી છે. ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ…

Read More

બધીર વિદ્યાલય ખાતે મફત મેમોગ્રાફી કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ રોટરી ક્લબ નડિયાદ રાઉન્ડ ટાઉન દ્વારા આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે બધીર વિદ્યાલય ખાતે  મફત મેમોગ્રાફી કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં પ્રો.ચરમેન ડો. જયશ્રીબેન વૈષ્ણવ, પ્રો. ધર્મેશ ગજ્જર, સે. રો. મિતેન પરીખ, ડી.સે. રો. કેતન પટેલ, રો. મીનેશ રાવ, રો. કમલેશ પ્રધાન તથા રો. પ્રજ્ઞાબેન ગોર હજાર રહ્યા હતા . આ કેમ્પ માં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના બહેનોને બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મફત મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 40 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો હતો. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્રી-ચક્રિય અને ફોર વ્હીલ વાહનોના ગોલ્ડન અને સીલ્વર નંબર હરાજી થશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રી-ચક્રિય વાહનોની બાકિ રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨.પી અને નવી સીરીઝ જી.જે.૩૨.ક્યુ. તથા ફોર વ્હિલ વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨ કે (k)મા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૦-૦૩-૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.   તા. ૧૫ થી ૧૭-૦૩-૨૦૨૧ સુધી AUCTION માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા. ૧૮ થી ૧૯-૦૩-૨૦૨૧ ના રોજ AUCTION  નું bidding ઓપન થશે. તા. ૨૦ માર્ચ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક…

Read More