ડીસા કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન અપાઈ

હિન્દ ન્યૂઝ, ડીસા રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જેમાં ડીસા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ આજે દક્ષિણ પોલિસ સ્ટેશન અને રૂરલ પોલિસ સ્ટેશન તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપતા સમય કોઈ પણ આડઅસર જોવા ન મળી.  એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Read More

બાયડ તાલુકાના સાઠંબામાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી            બાયડ તાલુકાના સાઠંબા ના વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા રસિકલાલ.એમ.શાહ તેમજ “સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ” અને “અંધજન મંડળ” અમદાવાદ દ્વારા સમયાંતરે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરી માનવ સેવાનું કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં સાઠંબા વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો.           સાઠંબા…

Read More

આજે થરાદ ખાતે મહાલક્ષમી સીવણ ક્લાસ નું ઓપનિંગ કરવામો આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ નગર પાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે કલાસ ચાલુ કરવામાં આવ્યા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તથા આબાભાઈ સોલંકી, શૈલેષભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલ, દિપક ભાઈ ઓઝા, નીતાબેન ઠાકોર અને સિંગર શ્રદ્ધાબેન વાણીયા હાજર રહ્યા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

ગ્રામ પંચાયત વિસ્તાર માં ઘણા વર્ષોથી અટવાયેલા “સોમપુર સબ સેન્ટર” (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) નું બાંધકામ શરૂ

હિન્દ ન્યૂઝ, મોડાસા              માલજી ના પહાડીયા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તાર માં ઘણા વર્ષોથી અટવાયેલા “સોમપુર સબ સેન્ટર” (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) માટે રજૂઆતો કરી આરોગ્ય વિભાગે મંજૂરી આપતા મે. કલેક્ટર અરવલ્લી દ્વારા જમીન ફળવાતા સરકાર ના આરોગ્ય વિભાગ ના બાંધકામ ખાતા હસ્તક ના પ્રોજેક્ટ ઈમ્પલીમેંન્ટેશન યુનિટ (PIU) દ્વારા ₹ ૨૦ લાખ ના ખર્ચે બાંધવામાં આવ્યુ.  ગામ જનોની ગ્રામ પંચાયત ની વર્ષો જુની માગણી સંતોષાઈ. આ હેલ્થ સબ સેન્ટર બનતા મારી ગ્રામ પંચાયત વિસ્તારના તેમજ આજુબાજુના ગામો ના દર્દીઓ ને આરોગ્ય લક્ષી લાભો મળશે. રિપોર્ટર…

Read More

દિયોદર ના સણાદર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ માં જય અંબે ઇલેવન ફાઇનલ માં જીત થઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર            દિયોદર રાવણા રાજપૂત સમાજ દ્વારા મીની અંબાજી ધામ ગણાતા સણાદર મંદિર ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૨૪ ટીમો એ આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. જેમાં આજે એ બી ઇલેવન દિયોદર સામે જય અંબે ઇલેવન સણાદર વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો. જેમાં જય અંબે ઇલેવન સણાદર ટીમ વિજેતા બની હતી જેમાં ટીમ ના કેપટન કનુભાઈ સોઢા ને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જો કે સેમિફાઇનલ ટીમ ને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ ટુર્નામેન્ટ ના આયોજક…

Read More

તેરવાડા પાસે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત મંદિર ના સેવક નું મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર    દિયોદર તાલુકા ના તેરવાડા ગામ પાસે આજે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર મંદિર ના સેવક નું મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે લોકો ઇજા ગ્રસ્ત થયા હતા.             જાણવા મળતી માહિતી મુજબ દિયોદર બાણ માતાજી ના મંદિર માં સેવક તરીકે સેવા આપતા મૂળ કુવાળા ગામ ના વતની રાયમલભાઈ મશરૂભાઈ દેસાઈ આજે પોતાનું બાઇક લઈ તેરવાડા ગામ પાસે પસાર થઈ રહ્યા હતા. તે સમય ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર રાયમલભાઈ દેસાઈ નું ઘટના સ્થળે મોત…

Read More

રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમના એક ભાગરૂપે રામનાથ સોસાયટી ના મિત્રો એ સ્વેચ્છાએ આગળ આવી અને ઘરે ઘરે ફરી અને નિધિ એકત્ર કરવાનું શુભ કાર્ય સ્વીકાર્યું

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા                 સમગ્ર હિન્દુઓના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રીરામ નુ મંદિર શ્રીરામ જન્મભૂમિ એવા અયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે દરેકે દરેક ભારતીય, દરેકે દરેક હિન્દુ આમાં પોતાનું કોઈને કોઈ સ્વરૂપે યોગદાન દઇ શકે તે માટે સમગ્ર ભારતવર્ષ માં પ્રયત્નો થઇ રહ્યા છે. આ માટે શ્રીરામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમના એક ભાગરૂપે રામનાથ સોસાયટી ના મિત્રો એ સ્વેચ્છાએ આગળ આવી અને ઘરે ઘરે ફરી અને નિધિ એકત્ર કરવાનું શુભ કાર્ય સ્વીકાર્યું અને રામનાથ સોસાયટીના દરેક ઘરે રૂબરૂ મુલાકાત લઇ…

Read More

આજથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થતાં વિધ્યાર્થીઓ માં આનંદનો માહોલ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા         આજરોજ સરકાર દ્વારા જાહેર કરેલ ધોરણ 9 ને 11 ની સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધેલો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક જામ ખંભાળિયા મા એસ એમ ઓ વાયા કોમર્સ સ્કૂલ માં વિદ્યાર્થીઓ માસ્ક, સેનેટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સ નો પાલન કરે છે તથા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

સૌરાષ્ટ્ર કચ્છ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ

હિન્દ ન્યૂઝ, જેતપુર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની રાજનૈતિક ક્ષેત્રે થતી ઘોર ઉપેક્ષા બાબતે ચિંતન શિબિરનું આયોજન          જેતપુરના જેતલસર નજીક આવેલી હોટેલ વ્રજ વાટિકા ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દરેક મતવિસ્તારમાં ખાસ્સું એવુ મતદાન ધરાવે છે. પરંતુ સમસ્ત કોળી સમાજના નામ પર ચુંવાળીયા કોળી સમાજનો માત્રને માત્ર વોટબેન્ક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનો અને વસ્તીના અનુંસંધાને રાજનૈતિક ક્ષેત્રે ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો સણસણતો આક્ષેપ ગુજરાત ક્ષત્રિય ઠાકોર…

Read More