હિન્દ ન્યૂઝ, અરવલ્લી
બાયડ તાલુકાના સાઠંબા ના વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા રસિકલાલ.એમ.શાહ તેમજ “સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ” અને “અંધજન મંડળ” અમદાવાદ દ્વારા સમયાંતરે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરી માનવ સેવાનું કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં સાઠંબા વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

સાઠંબા ખાતે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં ૬૮૨ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી તેમજ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૯૧ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સૂચન કરી “અંધજન મંડળ” અમદાવાદ, દ્વારા સંચાલિત “પોરેચા આંખની હોસ્પિટલ” (બારેજા) અમદાવાદ ખાતે દર્દીઓને લઇ જઇ નિઃશુલ્ક ઓપરેશન કરી જરૂરી દવાઓ આપી દર્દીઓને ઘરે પરત પણ ટ્રસ્ટના ખર્ચે મુકી જવામાં આવે છે. અને ઓપરેશનના પંદર દિવસ પછી આંખોની તપાસ પણ પોતાના ગામમાં બેઠા ટ્રસ્ટના તબીબો દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે.
આ માનવ સેવાના ભગીરથ કાર્યમાં સાઠંબા ગામના સામાજિક આગેવાનો તેમજ યુવા કાર્યકરોએ સેવા આપી નેત્ર નિદાન કેમ્પ ને સફળ બનાવી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતુ.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા
