ખેડા જિલ્લાના મહુધા ખાતે સરપંચ નાં પતિ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે પકડાયા…

હિન્દ ન્યૂઝ, નડિયાદ તા.૧૫/૧/૨૧, ખેડા જિલ્લા મા પોલીસ પ્રસાશન ને ખુલ્લી ચેલેન્જ. ખુદ સરપંચ ના પતિ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે પકડાયા. આ કામ ના આરોપી સુમિત કુમાર ગીરીશભાઈ પટેલ રહે.પટેલ ફળિયું વાસણા, તા.મહુધા, જી.ખેડા ના એ વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટના મકાનમાં અને તેમની ગાડી મા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની નાની મોટી કુલ બોટલો નંગ.૫૯૪ કિં. રૂ.૨,૨૫,૯૦૦/- નો પ્રોહી મુદ્દા માલ તથા અંગ જડતી માંથી ત્રણ મોબાઇલ ફોન કિં. રૂ.૧૦,૫૦૦/- તથા મારુતિ સ્વીફ્ટ ગાડી કિં. રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૬,૩૬,૪૦૦/- ના મુદ્દા માલ સાથે…

Read More

અરવલ્લીના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, મોડાસા રાજ્યસભાના માનનીય સાંસદસભ્ય શ્રીમતિ રમીલાબેન બારા યોજનાનો શુભારંભ કરાવશે ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. અરવલ્લીના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી યોજનાનો પ્રારંભ થશે. આજે તા. ૧૫, જાન્યુઆરી ૨૦૨૧ના શુક્રવારના રોજ બપોરે ૦૩-૦૦ કલાકે ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી પ્રારંભ થનાર યોજનાને રાજ્યસભાના માનનીય સાંસદસભ્ય શ્રીમતિ રમીલાબેન બારાના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે.…

Read More

ઢસા જં. કન્યા શાળામાં પતંગ બનાવવાની સ્પર્ધા થઈ

હિન્દ ન્યૂઝ, ઢસા ઉતરાયણ તહેવારના અનુસંધાને ઢસા જંકશનમાં આવેલ ઢસા જંકશન કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓને પતંગ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષક દ્વારા દરેક ધોરણનાં વોટ્સઅપ ગૃપમાં પતંગ સ્પર્ધાની જાણ કરવામાં આવી અને વિદ્યાર્થીનિઓએ પણ ઉત્સાહભેર અવનવી અને વૈવિધ્યસભર પતંગ બનાવીને તેનાં ફોટા ગૃપમાં મૂક્યા. શ્રેષ્ઠ પતંગનાં ફોટાનાં આધારે ઘેર જઇને તેમનાં પતંગ લઇને એકથી પાંચ ક્રમાંક આપવામાં આવ્યા. શાળા ખૂલતાં તે વિદ્યાર્થીનીઓનું સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ શાળાનાં શિક્ષક પ્રવીણભાઈ મકવાણા તથા મનોજભાઈ પઢારીયા ની દેખરેખમાં થઇ. પતંગ રચના સ્પર્ધાનાં નંબર:- પ્રથમ:- = ઢગલ તૃપ્તિ ભૂપતભાઈ, ધો.-7 બીજો:-…

Read More

સુઇગામ તાલુકા ના ઉચોસણ ગામે પેજ પ્રમુખ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ભાભર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ની સૂચના અનુસાર સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ માં પેજ પ્રમુખ ની નિમણૂક ની કામગીરી કરવામાં આવી. જેમાં બનાસડેરી ના ડિરેક્ટર મુળજીભાઈ ચૌધરી, મહામંત્રી જામાભાઈ ચૌધરી, ઉચોસણ સરપંચ પ્રહલાદ ભાઈ ઠાકોર, સુઇગામ યુવા પ્રમુખ માનસિંગભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ બાબુભાઇ પટેલ, અણદાભાઈ ઠાકોર, ઉકાભાઈ પટેલ, ચમનભાઈ ઠાકોર, જોરાજી ઠાકોર તથા દરેક કાર્યકર્તા ઓ એક સાથે મળી ને કામગીરી માં ઉત્સાહ પૂર્વક જવાદારી લીધી હતી. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Read More

થરાદ પંથકમાં ઉતરાયણ પર્વની કરાઈ ઠેર ઠેર જગ્યાએ ઉજવણી

હિન્દ ન્યૂઝ, થરાદ ૧૪મી જાન્યુઆરી એ પતંગોત્સવ અને દાન પૂણ્ય માટેનો શ્રેષ્ઠ તહેવાર માનવામાં આવે છે. જોકે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોઈ આ દિવસેથી દિવસ અને રાત સરખા અનુભવાતા હોઈ આવા પવિત્ર દિન નિમિત્તે ઉતરાયણ પર્વની પતંગ ઉડાડી તેમજ વિવિધ વાનગીઓ બનાવી દાન- પુણ્ય થકી આ પર્વની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરાય છે ત્યારે બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના કળશ લુવાણા ગામે સેવાભાવી ગ્રામજનો દ્વારા કૂતરાઓને માટે લાડું બનાવવાની વર્ષોજૂની પરંપરા છેલ્લા કેટલાંય સમયથી અકબંધ હોઈ સાર્થક ઉજવણી કરાઈ હતી. તો વળી કેટલીક જગ્યાએ ઘાસચારો અને નાંણાકીય દાન આપી…

Read More

કુદરતી હાજતે જતા ટ્રેનગાડી નીચે આવીજતા ડભોઈ વેરાઈ વાસહતના યુવાનનું મૃત્યુ

હિન્દ ન્યૂઝ, ડભોઈ તા-૧૩/૦૧/૨૦૨૧ ના રોજ રાતના આશરે નવેક વાગે ઘર થી ખાઈ પરવારીને અલ્પેશ દિનેશ રાઠવા અને તેઓના નાના ભાઈ અજિત દિનેશ રાઠવા પોતાના રેલ્વે કોઠીવાળા વાગામાં આવેલ ખેતરમાં ડાંગરની રોપણી કરેલ હોઈ પાકને ભૂંડો અને અન્ય જાનવરોના ઉપ્રદવ થી બચાવવા અર્થે ખેતર સાચવણી કરવા ગયેલ હતા. જ્યારે રાત્રે દસ વાગ્યાના સુમારે મરનાર અજિત રાઠવાને કુદરતી હાજત આવતા પોતાના મોટા ભાઈ અલ્પેશ રાઠવાને કહી બેટરી લઈ રેલ્વે લાઈન તરફ કુદરતી હાજતે ગયેલ હતો. જ્યારે સાડા દસ વાગે કોઈ અજાણ્યા યુવક દ્વારા રેલગાડીમાં કોઈ કપાઈ ગયું છે ની બુમો પાડી…

Read More