હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સોમનાથ મહાદેવને ગણતંત્ર પર્વે ત્રિરંગા પુષ્પો નો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ ત્રિરંગી પાઘડી પણ મહાદેવ ને પહેરાવવામાં આવી હતી. સાથે શ્રી સોમનાથ મંદિરને લાઇટિંગ દ્વારા ત્રિરંગા લાઇટિંગ થીમ પર વિશેષ લાઇટીંગ કરવામાં આવેલ હતું. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read MoreMonth: January 2021
26 મી જાન્યુઆરી 2021 ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 26 મી જાન્યુઆરી ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય કુલપતિ પ્રો.ગોપબંધુ મિશ્રના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ અને પ્રસંગોચિત ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. દશરથ જાદવ, અધ્યક્ષ ડૉ. લલીત પટેલ, અધ્યાપકઓ, સર્વે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાણા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગ નિદર્શન, ડાન્સ, વાંસળી વાદન, દેશભક્તિ ગીત, દેશભક્તિ સ્પીચ રજૂ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન જીગર ભટ્ટે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક અને સંચાલક તરીકે ડો. જયેશ ડી.…
Read Moreદુધેરી પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિનની ભવ્ય ઊજવણી
હિન્દ ન્યુઝ, મહુવા આજે તા.26/1/2021 ના રોજ મહુવા તાલુકાના દુધેરી પ્રાથમિક શાળા 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં બાહોળી સંખ્યામાં ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાનો ભાઈ અને બહેન તેમજ ગામજનો સરપંચ મોહનભાઈ ભાલિયા, સભ્ય ગૌવિદભાઈ શિયાળ, ભુપતભાઈ ચૌહાણ, હેમજીભાઈ ચૌહાણ આચાર્ય મનિષભાઇ ખડદીયા, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસ.એમ.સી. સમિતિ ના પ્રમુખ છગનભાઈ શિયાળ, ભરતભાઈ જોળિયા, ખોડાભાઇ ભાલિયા , સાન્તુબેન ભાલિયા, મનિષભાઇ જોળિયા, ભાવેશભાઈ શિયાળ તેમજ કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.…
Read Moreઆણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપ્યા બાદ રાજ્યના પંચાયત અને કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર આપણા શહિદવીરો જેવી કુરબાની આપણે આપી શક્યા નથી, પરંતુ આપણી પાસે એ તક જરૂર છે કે આપણે આપણા દેશને સર્વોચ્ચ પ્રગતિ ઉપર લઇ જવા યોગદાન આપીએ અને એક સારા નાગરિકની ભૂમિકા અદા કરીએ એમ જણાવ્યું. તમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે વિકાસક્ષેત્રે અગ્રેસર છે. તેમાં ગુજરાતના તમામ નાગરિકોનું યોગદાન રહ્યું છે. આઝાદી…
Read Moreધારી માં ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ખાતે ૭૨ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિપીજી હાઈસ્કૂલ મા ઉજવણી કરવામાં આવી હતી જેમા અધ્યક્ષ ઝાલા મામલતદાર ધારી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સ્કુલ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી અરૂણભાઈ, ડો જસાણી, ધારી પ્રાંત અધિકારી, ધારી તાલુકા વિકાસ અધિકારી, ધારી સી.પી.આઈ. જેઠવા, પી.એસ.આઇ. વાઘેલા, ધારી સરપંચ જીતુભાઈ જોષી, ધારી યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભુવા, પરેશભાઈ પટણી, મહિલા ભાજપ અગ્રણી કમળાબેન ભુવા, ખોડભાઈ ભુવા, મધુબેન જોષી, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, પુજય ભિખારામબાપુ ભજનીક અને સાધુસંતો, સરહદ ની રક્ષા કરતા સૈનીકભાઈઓ, ધારી પોલીસ સ્ટાફ ભાઈઓ…
Read Moreમદની શાળા સંકુલ મોડાસામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યૂઝ, મોડાસા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત એચ.આઈ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ, અમ.આર.ટી.સી.મદની હાઈસ્કૂલ, એસ.એસ.બી મદની પ્રાઈમરી સ્કૂલ, બી.એસ.વી. મદની પ્રિ.પ્રાઈમરી સ્કૂલ, એમ.બી ટાઢા મદની સ્માર્ટ સ્કૂલ તથા મદની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોડાસાના સંયુક્ત ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મદની હાઈસ્કૂલના ક્લાર્ક ઘોરી મહંમદ ઈકબાલ ગુલામરસુલના વરદ હસ્તે ત્રિરંગા લહેરાવવામાં આવ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્યમાં ધર્મનિરપેક્ષતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વાત કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ મોહંમદ યુસુફભાઈ આઈ. ટાઢા, સંસ્થાના સેક્રેટરી મોહંમદ સલિમ એન.ખોખર, સંસ્થાના ઉપપ્રમુખ ગુલામ મોહ્યુદ્દીન જી. ખાનજી,…
Read Moreઅરવલ્લીના મોડાસા ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ
હિન્દ ન્યૂઝ, અરવલ્લી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ વિકાસમાં ગુજરાતીઓનો પ્રચંડ પુરુષાર્થ છે – મંત્રી રમણલાલ પાટકર અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૨ મો પ્રજસત્તાક પર્વ જિલ્લા પ્રભારી અને વન-આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં મોડાસા ખાતે યોજાયો હતો. સરકારી ઈજનેરી કોલેજ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી, અરવલ્લી વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી. દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મંત્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં શામળીયાની કૃપા સતત વરસતી રહે છે. જેનાથી ઘણી આપત્તિઓનો…
Read Moreથરાદ ખાતે ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશન ની રચના કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, થરાદ બનાસકાંઠા ના થરાદ ખાતે એક વર્ષથી બનેલા પ્રેસ કલબ માંથી વિભાજન કરી નવીન ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત તથા ઉપપ્રમુખ ભુરપુરી ગૌસ્વામી તથા મંત્રી તરીકે વશરામ ચૌધરી તેમજ ખજાનચી તરીકે ભમરાજી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી. ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનમાં જોડાયેલા તમામ સભયોએ પોતાની સંમતિ આપતાં કુલ 21 પત્રકાર સભ્યોનું ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરી તમામ સભ્યોએ એકસાથે ભોજન લીધું હતું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreભાવનગરમાં 26 મી જાન્યુઆરી એ કૃષી બિલ સંદર્ભે ટ્રેકટર રેલી યોજાશે
હિન્દ ન્યૂઝ, ભાવનગર દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપવા માટે ભાવનગર જિલ્લાના જગતતાત તથા ખેડૂત આગેવાનો મક્કમ ભાવનગર શહેર આસપાસના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે અને દરેક ગામમાં તાલુકા જિલ્લામાં આ રેલીની આયોજન કરેલ છે. દિલ્હીમાં કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. સમાધાનની તમામ વાટાઘાટો આજ દિન સુધી નિષ્ફળ રહી છે. આગામી તારીખ 26 મી જાન્યુઆરી તિરંગા સાથે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં નીકળવાની છે. તેના સમર્થનમાં ભાવનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા એક ભવ્ય ટ્રેક્ટર રેલી નું આયોજન કરેલ છે. રેલીમાં આશરે 75 ટ્રેક્ટર ટ્રોલી…
Read Moreઆશા અને ફેસિલિટર બહેનોના બાકી રહેલા પગારની માંગણીનો પ્રવિણ રામની મધ્યસ્થીના કારણે સુખદ અંત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આશા બહેનો અને ફેસિલિટર બહેનો આરોગ્યના પાયા સમાન છે. આરોગ્યની સેવાઓ ઘર ઘર સુધી પહોચાડવામાં આ બહેનોનો સિંહફાળો છે. પરંતુ આશા બહેનો અને ફેસિલિટર બહેનોને કામના પ્રમાણમાં ખુબ જ નહિવત વેતન મળતું હોવાથી આંદોલનકારી પ્રવિણ રામે 2017 માં તાલાલા ખાતે 41 દિવસના પ્રતિક ઉપવાસ અને 12 દિવસના આમરણ ઉપવાસ કર્યા હતા અને ત્યાર બાદ પ્રવિણ રામ દ્વારા કરવામાં આવેલા આ આંદોલનના કારણે સરકારે આશાબહેનોને 50% પગાર વધારો આપવાની બાહેંધરી પ્રવિણ રામને આપી હતી અને ત્યાર બાદ સરકારે આશા બહેનોને…
Read More