રાજકોટ શહેરમાં લવમેરેજ કરનાર યુવકની હત્યાના ગુનામાં ૬ મહિલા સહિત ૧૪ ઈસમોને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ, રાજકોટ શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર આવેલ અમરનગરમાં રહેતા રાહુલ પ્રદીપભાઈ સોલંકી નામના યુવાને તારા ઉર્ફે દિવ્યા સાથે પ્રેમલગ્ન કર્યા હોય. યુવતીના પરિવારે રાહુલના ઘરમાં ઘુસી જઈ ધોકા-પાઇપથી હુમલો કરી રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીઓ રાહુલની પત્ની દિવ્યાને અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. માલવીયાનગર પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. પરંતુ બધા આરોપીઓના ફોન બંધ હોવાથી જુદી-જુદી ટિમો દોડાવાઈ હતી. જેમાં અપહરણનો ભોગ બનેલી યુવતી બેડી ગામ પાસે છે. આરોપીઓ પણ ભાગવાની ફિરાકમાં છે. તેવી માહિતી આધારે દરોડો પાડી દિવ્યાને બચાવી લીધી હતી. અને હેમીબેન દેવજીભાઈ પોરડીયા,…

Read More

પોલીસ દારૂના હપ્તા ઉઘરાવી ત્રાસ ગુજારતી હોવાના આક્ષેપ સાથે આંબેડકરનગરમાં રહેતી ૩ મહિલા સહિત ૧૦ લોકોએ હોસ્પીટલ ચોકમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ, રાજકોટ શહેરમાં S.T વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતી ૩ મહિલા સહિત ૧૦ લોકો સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફિનાઈલની બોટલો સાથે આત્મવિલોપન કરવા માટે આવ્યા હતા. આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાયલબેન પાર્થભાઈ ગોહિલ, રેખાબેન હિરેનભાઈ પરમાર, મનિષાબેન સાગરભાઈ પરમાર, હિરેનભાઈ ગોવિંદભાઈ પરમાર, સાગરભાઈ ગોવિંદભાઈ પરમાર અને નિતિન વલ્લભભાઈ વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. જયારે પાર્થ ચતુરભાઈ ગોહિલ, નરેશ પ્રેમજીભાઈ ભાષ્કર, અજયભાઇ, કરશનભાઈ, ૪ વ્યકિતએ ફીનાઈલ પી લીધુ હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

સોશિયલ મિડીયા ફેક I.D ડીલીટ કરવા બ્લેકમેઇલ કરતા ૨ નબીરાને સાયબર ક્રાઇમના અધિકારીએ ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા

રાજકોટ, તા.૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ મિડીયા ફેક ઇન્સ્ટ્રાગ્રામ I.D માં ભેજાબાજે બિભત્સ ફોટા મૂક્યા હતા. ભેજાબાજે તરૂણીને ફોન કરીને ફોટા વાયરલ નહીં કરવા તેમજ I.D અને ફોટા ડીલીટ કરવા મારે રૂ.૧૫ હજારની માગણી કરી હતી. તરૂણીના પરિવારે આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. D.C.B પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ P.I એન.એન.ચુડાસમા, P.S.I જે.કે.ગઢવી, સી.એચ.પટેલ, કે.જે.રાણા સહિતના સ્ટાફે ટેકનિકલ સોર્સની મદદથી ફેક I.D બનાવનારની ઓળખ મેળવી લીધી હતી. દરમિયાન ભેજાબાજે તરૂણીને ફોન કરીને ૧૫ હજારની માગણી ચાલુ રાખતા P.I ચુડાસમા સહિતના સ્ટાફે ટ્રેપ ગોઠવીને ઇન્દીરા સર્કલ નજીકથી…

Read More