મોરબી, ગત રોજ વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે ફરી એક વાર અબોલા જીવ નું ગત તા. 06-09-2020, નાં સાંજે 7:50 વાગ્યે અબોલ આખલો નો અકસ્માત હાઈડ્રો, ક્રેઈન નંબર GJ10-AF1242 નાં ડ્રાયવર ની બેદરકારી તેમજ માટેલ રોડ અતિ ખરાબ હોવાના કારણે આ અબોલ જીવ ખૂટ્યા નું મૃત્યુ પામેલ હતું. તેની જાણ સ્થાનિક લોકોને થતા મોરબી નાં ગૌરક્ષક પ્રમુખ એવા કાળુભાઈ કે. પાચિયા ને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પોંહચી ખુટીયાને મુત્યુ પામેલ હાલતમાં જોઈ હાઈડ્રોના માલિકને બોલાવ્યા તેમજ માલિક પાસે આ ખૂટ્યો નાં જીવ પાછો તો ન લાવી શકાય પરંતુ નજીકની ગૌશાળા…
Read MoreMonth: September 2020
રાજકોટ નાં માર્કેટીંગયાર્ડમાં નવી મગફળીની આવક આવી છે, નવી મગફળીની આવકનો ભાવ રૂ.૧૦૦૦ સુધી બોલાયા
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માર્કેટીંગયાર્ડમાં આજે ૧૦૦૦ ગુણી નવી મગફળીની આવક આવતા સારી કવોલીટીના રૂ.૧૦૦૦ ઉપજયા છે. નવી મગફળીનાં સરેરાશ રૂ.૭૨૦ થી ૭૭૦ થોડી સારી કવોલીટીના રૂ.૮૦૦ થી ૮૫૦ તેમજ બેલ્ટ કવોલીટીના રૂ.૯૫૦ થી ૧૦૦૦ સુધીના ભાવ ઉપજયા હતા. માર્કેટીંગયાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ હળવદ પંથકમાંથી પણ મગફળીની આવક આવી છે. ૫૦૦ ગુણી જેટલી જુની મગફળી આવી હતી. જેના સરેશન ભાવ રૂ.૮૫૦ થી ૯૦૦ તેમજ બેસ્ટ કવોલીટીના રૂ.૯૫૦ થી ૧૦૪૦ જેટલા ઉપજયા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreસુરત માં મોટી ગટર લાઇન રીપેરીંગ કામ દરમિયાન મજુર નું ભેદી રીતે 1 નું મોત
સુરત, સુરત શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં બે મજૂરો બેભાન થયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા એક જે પૈકી 52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયાને ને મૃત જાહેર કરાયો છે. : અને બીજો સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો છે. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.…
Read Moreદાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે થઇ રહી છે ઉજવણી
દાહોદ, તા. ૭, દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમીયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન અને પોષ્ટિક આહાર. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા મુજબ સોશીયલ ડિસ્ટન્ટ, માસ્ક સાથે જિલ્લા પંચાયત દાહોદના તમામ અઘિકારીઓએ જિલ્લા વિકાસ અઘિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ ”પોષણ શપથ” લીધા હતા. જિલ્લા પ્રોગામ ઓફીસર-આઇસીડીએસ, તાલુકાના અઘિકારીઓ, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ અને તમામ આંગણવાડી કાર્યકર, એનએનએમ સ્ટાફ તથા ઉપસ્થિત નાગરિકોએ…
Read Moreથરાદના ચાંગડા ગામેથી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ ઝડપ્યું
થરાદ, થરાદ પોલીસે બાતમીના આધારે ચાંગડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ બાઇકને રોકી બાઇક ચાલકને ઝડતી લેતાં તેની પાસેથી 24,500 રૂપિયાનો 245 ગ્રામ અફીણનો રસ ઝડપાયો. પોલીસે અફીણ,મોબાઈલ અને બાઇક સહિત 60,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો . થરાદ પોલીસે બાઇક ચાલક રૂપાજી દેવડાની અટકાયત કરી તેમજ અફીણ આપનાર રાજસ્થાન સાંચોરના હરચંદજી પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ
Read Moreવેરાવળમાં ૧૧ સ્થળે દસ દિવસ સુધી નિ:શૂલ્ક કોરોના ટેસ્ટનું આયોજન
ગીર સોમનાથ, ગીર સોમનાથ ખાતે તા.૦૭, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્રારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ મહામારીથી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય સારવાર માટે સરકાર હંમેશા કટીબધ્ધ છે. કોરોના કાળમાં સરકારે એક એક માનવ જીંદગીની ચિંતા કરી છે. લોકોને કોરોના વાયરસ માંથી બચાવવા અને સંક્રમણને અટકાવવા માટે ઘનવંતરી આરોગ્ય રથના માધ્યમથી ઘરે ઘરે આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત સંવેદનશીલ સરકારે નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરી સંક્રમણને અટકાવવા ભગીરથ…
Read Moreરાજકોટ ખાતે કોરોના સંક્રમણને પ્રસરતો રોકવાની વિવિધ કામગીરીની સાથોસાથ અન્ય કામો અંગે જુદાજુદા વિસ્તારોની વિઝિટ કરતા : રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ તંત્રની અન્ય કામગીરી પણ થતી રહે તેની ઉપર પણ ભાર મુકી રહયા છે. તેઓ વખતોવખત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જુદીજુદી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન તમામ વોર્ડના સાઇન બોર્ડનું જરૂરીયાત મુજબ નવિનીકરણ કરવા, ડૉ.યાજ્ઞિક રોડ, શેલ પેટ્રોલ પંપની બાજુમાં બાંધકામ ચાલુ છે. તેનું કન્સ્ટ્રકશન મટીરીયલ રોડ પર છે. તે દુર કરાવવા તથા કચરો દુર કરવા, તમામ વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તેમના કાર્યક્ષેત્રનાં વોર્ડમાં પાણી ભરાતા હોય તો તેનો નિકાલ કરવા, કલ્યાણ શો રૂમની…
Read Moreલોધીકા તાલુકાના મોટાવડા ગામના હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ખાસ ઉપસ્થિતિ રહ્યા
નિકાવા, લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં પ્રાયમરી સુધીના અભ્યાસ માટે સુવિધા હતી અને વધુ અભ્યાસ અર્થે બહાર જવુ પડતુ જેને લઈને ગ્રામજનો દ્વારા સરકારના પ્રતિનિધિ મારફત હાઈસ્કુલ માટે રજુઆતો કરેલ હતી અને આ રજુઆતને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી હાઈસ્કુલ બનાવવા માટેની મંજુરી આપતા ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને સરકારના આદેશોનુસાર રાજકોટ જીલ્લાના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાની ખાસ ઉપસ્થિતિમાં હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. મોટાવડા ગામમાં સરકાર દ્વારા મંજુર થયેલ હાઈસ્કુલ માટેના આ બિલ્ડિંગ 3 કરોડ અને 22 લાખમાં બનાવવામાં આવશે તેમાં ગ્રામ્ય…
Read Moreગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના સામાજિક કાર્યકર સલીમ અ.રઝાક મુનશી એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લેખિતમાં રજૂઆત કરેલ
પ્રભાસ પાટણ, વેરાવળ પાટણ શહેર માં અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજ મરવા માટે રેશનકાર્ડમાં સિક્કા મારી આપવાનો સરકાર સંબંધિત અધિકારી ના પાડતાં હોય તે અંગે યોગ્ય કરવા અન્નપૂર્ણા યોજના હેઠળ સરકાર તરફથી ગરીબ માણસો ને અનાજ આપવામાં આવે છે પરંતુ મામલતદાર અને સસ્તા અનાજ વાળા રેશનકાર્ડમાં સિક્કા મારવાની નાં પાડે છે. આપને અરજ છે કે ગરીબ અંને અતિપછાત ઝુંપડપટ્ટી વાળાઓને પણ સરકાર ની આ યોજના હેઠળ અનાજ આપવાની મામલતદાર તથા પુરવઠાના અધિકારીઓ અરજદારોને ના પાડે છે અને પંડીત દીનદયાળ વાળા પણ સિક્કાની ના પાડે છે અને સરકાર ના જવાબદાર અધિકારીઓ અરજદારોને…
Read Moreરાજકોટ શહેર નાં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૨ માં લોકોના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૨ માં રામેશ્વર ચોક ખાતે આજુબાજુના વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્રીજીનગર, ચંદ્રનગર, શ્રેયસ અને રામેશ્વર ચોકના રહેવાસીઓનું સ્ક્રિનિંગ, ટેમ્પરેચર, પલ્સ ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ૧૦૦ લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન અને વોર્ડનં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રી…
Read More