હડિયાણા, આજ રોજ હડિયાણા શ્રી કન્યા શાળા ના વિશાળ મેદાનમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારે સ્કૂલના મેદાનમાં ખળ ઊગી નીકળયુ હોય તે મેદાન ને શાળા ના શિક્ષક દંપતી એ સાથે મળી ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. અને બન્ને દંપતી ભેગા મળી આખું સ્કૂલનું મેદાન સ્વચ્છ અને સુંદર રીતે સફાઈ કરી હતી. આમ બંને દંપતીએ સફાઈ અભિયાન કરેલ હોવાથી અન્ય શિક્ષકગણે તેઓને બિરદાવ્યા હતા અને સમાજ ને પેરણાદાયી નીવડયા હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read MoreMonth: September 2020
કામરેજના માં લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કીટ ના કારણે લાગી આગ
સુરત, સુરત જિલ્લાના કામરેજના વોર્ડ-૧૬ માં આવેલી લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં આજે આગની ઘટના બનવા પામી હતી. શોર્ટ વધુમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કીટના પગલે સોસાયટીના મીટર બોક્ષમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વોર્ડ સભ્યએ આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા, ફાયર વિભાગની ટીમ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. વોર્ડ સભ્યની સમય સુચકતાને પગલે મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર
Read Moreથરાદ તાલુકા ના જાડરા ગામ માં શિક્ષક દિન ની ઉજવણી નિમિતે બ્લડ કેમ્પ નું આયોજન………….
થરાદ, થરાદ તાલુકા ના જાડરા ગામ માં શિક્ષક દિન ની ઉજવણી નિમિતે ગામ ના યુવાઓ દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમા 100+ બોટલ એકત્રિત કરવામાં આવી. જેમાં ગામ ના યુવા આગેવાન અજય ચૌધરી, શંકર ચૌધરી, ડામરા પટેલ, એન.કે.પટેલ, શિવરામ ચૌધરી વગેરે યુવાઓ એ વ્હાઇટ ક્રોસ વોલન્ટી બ્લડ બેંક ના સહયોગ થી બ્લડ એકત્રિત કરી દાતાઓ ને સન્માનિત કર્યા હતા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreદિયોદર ખાતે એસ.ટી. ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના રૂટ શરૂ, માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરી મુસાફરી કરવા અપીલ
દિયોદર, દિયોદર એસ.ટી. ડેપો દ્વારા કોરોના વાઇરસ ના લીધે મોટાભાગ ની એસ.ટી.બસ ના રૂટો બંધ કરવામાં આવ્યા હતા. જે રૂટો ફરી ચાલુ કરવામાં આવતા મુસાફરો માં આનંદ છવાયો છે. જો કે મુસાફરો ને માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરી મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે. દિયોદર એસ.ટી.ડેપો દ્વારા કોરોના વાઇરસ પહેલા કુલ 78 સિડ્યુલ બસો પરિવહન કરતી હતી. તેમાંથી 65 બસો પુન: શરૂ કરવામાં આવી છે. હાલ ની સ્થિતિ જોતા એક્સપ્રેસ બસો ના તમામ રૂટો અને ગ્રામીણ વિસ્તાર ના રૂટો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા તમામ રૂટો આગામી…
Read Moreપ્રભાસ પાટણ ખાતે સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડૉક્ટર ની માંગ કરતા ધારાસભ્ય
ગીર સોમનાથ , સોમનાથ – 90 ના લોક લાડીલા યુવા ધારાસભ્ય દ્રારા પ્રભાસ પાટણ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડૉક્ટર ની માંગ કરેલ હતી. સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડોકટર ના હોવાથી પ્રભાસ પાટણ વિસ્તાર ના લોકો ને ના છુટકે વેરાવળ ની પ્રાઇવેટ હોસ્પિટલ મા જવું પડે છે. એટલાં માટે પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટર ની નિમણુંક કરવા માટે ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા દ્રારા ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ
Read Moreલાખણીનાં વાસણ (કુંડા)ગામેથી રહેણાંક મકાનમાંથી કારતૂસ સાથે પિસ્તોલ મળી આવી
લાખણી, હિન્દ ન્યુઝ લાખણી નાં આગથલા પોલીસ સ્ટેશન નાં પી.એન.જાડેજા તેમનાં સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન વાસણ (કૂંડા) ગામનાં ગણપતસિંહ નાથુસિંહ ગેલોત નાં રહેણાક મકાન માંથી પરવાનાં વગરની પિસ્તોલ મળી આવી હતી લાકડાંના હાથા વાળી અને લોખંડ જેવી ધાતુની એક નાળી વાળી MADE IN J.M.N. લખેલી પિસ્તોલ મળી આવી હતી જેની કિંમત, રૂપિયા 30000 સાથે પિત્તળની અને ઉપરનો ભાગ તાંબાનો હોય એવી કારતૂસ પણ મળી આવ્યું હતું. જેની કિંમત રૂપિયા 100, સાથે મકાનમાલિક હાજર ન મળી આવતાં પોલીસે પિસ્તોલ તથા કારતૂસ મળી કુલ 30100 /- નો મુદ્દામાલ કબ્જે કર્યો…
Read Moreપ્રભાસ પાટણ વોડૅ નંબર-2 ના લોકો લડી લેવાના મૂડમાં, શું વર્ષ 2020-21 ના હાઉસટેક્સ નો લોકો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે ?
ગીર સોમનાથ, પ્રભાસ પાટણ ખાતે વોડૅ નં 2 માં આવેલ શાહિન કોલોની, લખાતવાડી, ગુલાબ નગર વિગેરે કોલોનીનાં શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની કામગીરીથી અસંતુષ્ટ છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે ટેકસ ના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે શહેરીજનો વર્ષ 2015-16 થી 2018-19 આમ ચાર વર્ષ થી આ કોલોનીનો નગરપાલિકામાં સમાવેશ થયો છે. ત્યારે આટલા વર્ષોથી શહેરીજનોને નગરપાલિકા દ્વારા માત્ર સપનાઓજ દેખાડવામાં આવ્યાં છે. લોકો નિયમિત રીતે હાઉસટેક્સની ભરપાઈ કરતાં આવ્યાં છે. પરંતુ આજ દિન સુધી લોકોને રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો, સફાઈ…
Read Moreરાજકોટ શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડાના કારણે હાલ પૂરતા બાગ બગીચા નહીં ખોલવાનો નિર્ણય કરાયો છે, રાજકોટમાં આવેલા ૧૫૨ જેટલા બાગ બગીચા બંધ રહેશે
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે સિવિલમાં કોવિડ સેન્ટર આસપાસ રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય લોકોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ મીડિયાને પણ પ્રવેશબંધી નિષેધ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુવિધાની મોટી મોટી વાતોની પોલ મીડિયા દ્વારા ખોલાઈ રહી છે. જેના કારણે તંત્રએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં હજુ પણ બાગ બગીચા નહિ ખોલવામાં આવે. રાજકોટમાં ૧૫૨ જેટલા નાનામોટા બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.…
Read Moreજેતપુર ખાતે બજાજ ફાયનાન્સની ઓફિસમાં યુવતી પર હુમલો
જેતપુર, જેતપુર માં બસ સ્ટેન્ડ સામે શોપિંગ સેન્ટર મા આવેલી બજાજ ફાયનાન્સની ઓફિસમાં એક યુવતી પર હુમલો કર્યો. હુમલો કરનાર શખસે દારૂ પીધેલ અવસ્થામાં યુવતી પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના જેવી કે હુમલો કર્યો, દુકાનમાં તોડફોડ કરી, એ સીસીટીવીમાં કેદ થઈ છે. અને નજીક નાં પોલીસ મથક ને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવા માં છે. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર
Read Moreમોરબી ખાતે ડી.વાય.એસ.પી ની શુભેચ્છા મુલાકત લેતા રાધિકાબેન કે.પાચિયા
મોરબી, મોરબી જીલ્લાના રહેવાસી તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલના જિલ્લા ભાજપ અધ્યક્ષ, કાળુભાઇ કે. પાચિયા નાં ધર્મપત્ની મધુબેન પાચિયા એ સમાજનું ગૌરવ એવા ડી.વાય.એસ.પી. રાધિકાબેન ભારાઇને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામા આવ્યા હતા. રિપોર્ટર : કાળુભાઇ પાચિયા, મોરબી
Read More