દિયોદર ખાતે એસ.ટી. ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના રૂટ શરૂ, માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરી મુસાફરી કરવા અપીલ

દિયોદર,

દિયોદર એસ.ટી. ડેપો દ્વારા કોરોના વાઇરસ ના લીધે મોટાભાગ ની એસ.ટી.બસ ના રૂટો બંધ કરવામાં આવ્યા હતા. જે રૂટો ફરી ચાલુ કરવામાં આવતા મુસાફરો માં આનંદ છવાયો છે. જો કે મુસાફરો ને માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરી મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે.

દિયોદર એસ.ટી.ડેપો દ્વારા કોરોના વાઇરસ પહેલા કુલ 78 સિડ્યુલ બસો પરિવહન કરતી હતી. તેમાંથી 65 બસો પુન: શરૂ કરવામાં આવી છે. હાલ ની સ્થિતિ જોતા એક્સપ્રેસ બસો ના તમામ રૂટો અને ગ્રામીણ વિસ્તાર ના રૂટો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા તમામ રૂટો આગામી ટૂંક સમય માં શરૂ કરવામાં આવશે. આ અંગે એસ.ટી. ડેપો ના મેનેજર આર.એમ.મેવાડા એ જણાવેલ કે વર્તમાન સમય 65 શિડયુલ એસ.ટી. બસો દિયોદર ડેપો દ્વારા પરિવહન કાર્યરત છે. મુસાફરો એ માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરવો ફરજીયાત રહે છે. ગ્રામ્ય વિસ્તારો માં નાઈટ હોલ્ડ કરતી બસો બંધ છે, જે આગામી સમય માં શરૂ થશે દિયોદર ડેપો ની દિયોદર, બાડમેર (રાજસ્થાન) દિયોદર સુંધા માતાજી (રાજસ્થાન), અમદાવાદ, સુરત, વડોદરા, પાલનપુર, હિંમતનગર અંબાજી, શામળાજી, ઈડર, અંજાર, આદિપુર, જૂનાગઢ વગેરે એસ.ટી. બસો ના રૂટ ફરી શરૂ કરવામાં આવતા મુસાફરો માં આનંદ છવાયો છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment