શિક્ષકોના પગાર માં કાપ મુકતા શાળાઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પ્રવિણસિંહ વાઘેલા

દિયોદર, દિયોદર ખાતે આવેલ રાજમાતા ક્રિષ્ના કુવર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના કુવરબા સ્કૂલ ઓફ સાયન્સ (ધોરણ 11-12 સાયન્સ) ના પ્રમુખ પ્રવિણસિંહ જી. વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ પઢીયાર કર્યું હતું. જેમાં covid-19 ની મહામારી ને લીધે ચાલી રહેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને ધોરણ 11 તેમજ 12 માં ભણતા દરેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક 10,000 રૂપિયા માફ કરવાનું નક્કી કર્યું છે. જોકે કુલ 12,00,000/- જેટલી માતબર રકમની ફી માફી કરવાનું નક્કી કર્યું છે. તેમજ હાલની પરિસ્થિતિમાં શાળામાં વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ આપવામાં…

Read More

દિયોદર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા માસ નું વિતરણ કરાયું

દિયોદર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ ની ટીમે દિયોદર ખાતે માસ્ક નું વિતરણ કર્યું છે. જો. કે આ માસ્ક વિતરણ માં એએચપી દિયોદર તાલુકા ના અધ્યક્ષ અરૂણભાઇ પરમાર, એએચપી દિયોદર તાલુકાના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, તથા એએચપી દિયોદર તાલુકાના મંત્રી સાગર સિંહ મકવાણા તેમજ, હસમુખભાઈ પરમાર, અલ્પેશ ભાઈ પઢીયાર, મુકેશ ભાઈ માળી, તથા ટ્રાફિક પોલીસ રમેશભાઈ સુથાર, ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Read More