રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૯.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે ગાંધીનગર થી સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે આવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરનાર છે. મુખ્યમંત્રી સાંજે ૫ થી ૬ વાગ્યે આવવાના છે. તેમનો આગળનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે, તેમ છતાં સાંજે હેલિકોપ્ટર રસ્તે આગમન બાદ સાગર દર્શન રેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ વહેલી સવારે ૫ થી ૬ વાગ્યા દરમિયાન સોમનાથ ભગવાનના ચરણમાં શિશ નમાવીને લોકોને કોરોનાની આફતમાંથી મુકત કરવા પૂજન-અર્ચન તેમજ અભિષેક, આરાધના કરશે, ત્યારબાદ પરત રવાના થશે. એટલું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીના આગમનના અનુસંધાને સોમનાથ પરિસર…
Read MoreMonth: July 2020
રાજકોટ શહેર એચ.જે.દોશી હોસ્પિટલમાં એક દર્દી કોરોના પોઝિટિવ. સંપર્કમાં આવેલા હોસ્પિટલના ૭૨ વ્યકિતઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા
રાજકોટ, રાજકોટ શહેરના દોશી હોસ્પિટલમાં આંતરડાની સર્જરી માટે આવેલો યુવાન ઓપરેશનના ૩ દિવસ બાદ કોરોના પોઝિટિવ થતાં સ્ટાફમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ બનાવ બાદ સારવાર કરનાર ૨ ડોકટરો સહિત ૭૨ લોકોને કવોરન્ટાઇન કરાયા છે. એક યુવાનના પોઝિટિવ રિપોર્ટ બાદ હોસ્પિટલના મેનેજમેન્ટે માત્ર આઇસીયુ, ઓપરેશન થિયેટર અને ઓપીડી વિભાગને સીલ કરીને સંતોષ માની લીધો છે. જયારે આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલીત હોય અને દરરોજ હજારો દર્દીઓની અવર-જવર હોવા છતાં પણ આ ઘટનાને મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક લીધું નથી. રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના હોદેદારો તેમજ પત્રકારો દ્વારા રાજકોટ M.L.A. લાખાભાઈ સાગઠીયાને આવેદનપત્ર
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના હોદેદારો તેમજ પત્રકારો દ્વારા રાજકોટ M.L.A. લાખાભાઈ સાગઠીયાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ઝોન પ્રભારી ભાર્ગવભાઈ જોષી, સહ પ્રભારી અમિતભાઇ પરમાર, સંજયભાઈ કુંભારવાડિયા, કિરીટસિંહ જાડેજા, ધવલભાઈ સવાણી પત્રકાર દ્વારા લેખિત રજુઆત કરાય કોરોના મહામારી ધ્યાનમાં રાખી પત્રકારો ના પ્રશ્ર્નો હલ કરવા આજીજી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી સરકારી સહાયો બંધ કરી છે. એ ચાલુ કરવા અને પત્રકારો ના હક માટે રાજ્ય સરકાર ને પત્ર લખ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર જીલ્લા સહકારી બેન્કના ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સહકારી બેંકની ચૂંટણીમાં આજરોજ પેનલના ૧૦ ઉમેદવારો ફોર્મ ભર્યા
રાજકોટ, રાજકોટ શહેર જીલ્લા છેલ્લા રર વર્ષથી સહકારી બેંક ક્ષેત્રે વધુ ખેડુત સભા સદસ્યો માટે હિતના કાયમી નિર્ણયો કર્યો, તેનો લાભ મળશે અને આવનારા દિવસોમાં ખેડુતો માટે આ બેંકમાંથી નિર્ણયો લેવામાં આવશે, શરાફી અલગ મંડળી આવતી હોય, એમાં ખેતી વિષયક મંડળી હોતી નથી તેમાં પણ મારા પ્રયત્નો છે કે એ સીટ પણ બિનહરીફ થાય કદાચ ૧૭ બેઠકોમાંથી શરાફી બેઠક પર ચૂંટણી થાય તો પણ એ બેઠકમાં મારી પેનલમાં ઉમેદવાર જીતવાના છે, એ પણ બહુમતિ સાથે જીતવાના. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.
Read Moreરાજકોટ શહેર જીલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ બન્યો , વધુ ૧૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨ લોકો કોરોના સંક્રમણમાં સપડાયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં એક તરફ મેઘની મહેર તો બીજી તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો હોય તેમ કોરોના લોકલ ટ્રાન્સમિશનના કારણે સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. માસના પ્રથમ અઠવાડિયે જ કોરોનાના ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ સાથે મૃત્યુદરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિટીમાં આજરોજ કોરોનાના વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ની નજીક પહોંચી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના ભોગ વાયરસે લીધા છે. જ્યારે ગઈકાલે રાજકોટમાં સારવાર લઇ રહેલા ધીરુભાઈ ચાણસ્મા ઉ.૬૫ મોરબીના, રમણિકભાઈ પિત્રોડા ઉ.૪૮…
Read Moreજોડિયા ખાતે ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા 8 વાહનોનો નદીમાં થયો ગરકાવ
જોડિયા , જોડિયા ઉડ નદી ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા ૪ – ડમ્પર, ૨ – ટ્રેક, ૧ – હિટાચી, ૧ નદીમાં પાણી ની વધુ ને વધુ ઝડપથી આવકથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી વાહનો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ત્યાં હાજરમાં બે ડ્રાયવરનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. રિપોર્ટર : શરદ રાવલ., હડિયાણા
Read Moreકેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ
કેશોદ, જુનાગઢ કેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ સરપંચ કાંતાબેન ભીખનભાઇ ભેડા તેમજ સદસ્ય સાેનલબેન દેવાયતભાઇ નંદાણિયા સસ્પેન્ડ સરપંચે તેમની વિરૂધ્ધની દરખાસ્તમાં 15 દિવસ બેઠક ન બાેલાવતા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક બાેલાવી ટીડીઓએ બાેલાવેલી બેઠકમાં 1 વિરૂધ્ધ 7 થી મતદાન થતાં સરપંચ ગેરલાયક ઠર્યા ટીડીઓની અન્ય કાર્યવાહીમાં આજ ગ્રામ પંચાયતના સદસ્યને 3 બાળકાે હાેય તેથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીમાં સદસ્યને પણ ડિસક્વાેલીફાઇડ કરાયા એક જ ગામના સરપંચ અને સદસ્યને જુદા જુદા કારણાે હેઠળ સસ્પેન્ડ કરાતાં રાજકિય ઉથલ પાથલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચ તથા સભ્યને હોદા પરથી કરાયા દુર…
Read Moreજોડિયામાં નદીના પુલ ઉપરથી પસાર થતા બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા
જોડિયા, આજ રોજ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જોડિયા ગામે ઉડ નદી ના ઉડ ડેમ નં : 2 ના 20 પાટિયા અચાનક ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધુ હોવાથી ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે જોડિયાના ઉડ નદીમાં ઘોડાપૂર આવતા જોડિયા અને બાદનપર નદીના પાણી ચારોતરફ પાણી ભરાય ગયેલ હોવાથી હાલની પરિસ્થિતિ ખરાબ થઈ હતી તે દરમિયાન નદીના પુલ ઉપરથી પસાર થતા જોડિયા ના (1) સાઈચા રજાક અકબર. ઉ.વર્ષ..36 (2) રાડા અલ્તાફ ઇબ્રાહિમ. ઉ.વર્ષ.35 આ બંને વ્યક્તિ ઓ નદીમાં ગરકાવ થઈ ગયા…
Read Moreનાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ
દાહોદ, તા. ૬ : દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેતી દાખવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ કેસો અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરી વિસ્તારો – કન્ટેન્ટમેન્ટ એરીયામાં જઇને પરત આવનારા નાગરિકોમાં વધુ જણાયા છે. માટે શહેરી વિસ્તારોવાળા જિલ્લામાં જવાનું ટાળવું, અનિવાર્ય કારણોસર જો જવું જ પડે તો માસ્ક, સેનિટાઈઝર જેવી તમામ સુરક્ષાની માર્ગદર્શિકાનું પાલન કરીને જ જવું. કામ પણ ઝડપથી આટોપી લઇને પરત ફરવું હિતાવહ છે. આવા નાગરિકોને જો એક બે દિવસમાં કોરોનાના લક્ષણ…
Read Moreવેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓ ના મોત
ગીર સોમનાથ, વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓ ના મોત કોડીનાર ના 27 વર્ષી કમરૂદીન લાલાણી અને 55 વર્ષના ફાતીમા બેન નૂ વહેલી સવારે મોત…. કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ વેરાવળ કોવિડ હોસ્પિટલમાં આઈશોલેસન મા સારવાર મા હતા.. જોકે હાલ જીલ્લા આરોગય અધિકારીઓ કોરોના ના કારણે મોત.. બંને દર્દીના મોત નૂ કારણ કમિટી નક્કી કર્યા બાદ જાહેર કરાશે.. આરોગય વિભાગ ની નીતિરીતિ શંકાના દાયરામા … શું કોરોના ના કારણે મોત નો આકરો છૂપાવાઈ રહયો છે? તેવા સવાલો ઊઠયા છે. રિપોર્ટર : સઇદ મહિડા, ગીર સોમનાથ
Read More