જોડિયામાં નદીના પુલ ઉપરથી પસાર થતા બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા

જોડિયા,

આજ રોજ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જોડિયા ગામે ઉડ નદી ના ઉડ ડેમ નં : 2  ના 20 પાટિયા અચાનક ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધુ હોવાથી ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે જોડિયાના ઉડ નદીમાં ઘોડાપૂર આવતા જોડિયા અને બાદનપર નદીના પાણી ચારોતરફ પાણી ભરાય ગયેલ હોવાથી હાલની પરિસ્થિતિ ખરાબ થઈ હતી તે દરમિયાન નદીના પુલ ઉપરથી પસાર થતા જોડિયા ના (1) સાઈચા રજાક અકબર. ઉ.વર્ષ..36 (2) રાડા અલ્તાફ ઇબ્રાહિમ. ઉ.વર્ષ.35 આ બંને વ્યક્તિ ઓ નદીમાં ગરકાવ થઈ ગયા છે. સાંજ સમયે હજુ સુધી એ વ્યક્તિ ની જાણ ન થતા તંત્ર તેઓની તાપસ શરુ કરી દીધી છે. અને મદદ માટે જામનગર ફાયર બ્રિગેડ ની ટિમ ને બોલાવવામાં આવેલ છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment