રાજકોટ શહેર જીલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ બન્યો , વધુ ૧૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨ લોકો કોરોના સંક્રમણમાં સપડાયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં એક તરફ મેઘની મહેર તો બીજી તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો હોય તેમ કોરોના લોકલ ટ્રાન્સમિશનના કારણે સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. માસના પ્રથમ અઠવાડિયે જ કોરોનાના ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ સાથે મૃત્યુદરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિટીમાં આજરોજ કોરોનાના વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ની નજીક પહોંચી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના ભોગ વાયરસે લીધા છે. જ્યારે ગઈકાલે રાજકોટમાં સારવાર લઇ રહેલા ધીરુભાઈ ચાણસ્મા ઉ.૬૫ મોરબીના, રમણિકભાઈ પિત્રોડા ઉ.૪૮ જેતપુરના, ભીખુભાઇ શામજીભાઈ ઉ.૬૦ વીંછીયાના,  અમીનાબેન ઉ.૬૦  સુરેન્દ્રનગરના, સુરજીતભાઈ રોય ઉ.૨૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment