જામનગર નવાનગર બેન્ક સ્ટાફ સોસાયટી દ્વારા રાશન કિટ નુ વિતરણ

જામનગર, નવાનગર કો – ઓપ. બેન્ક લિમિટેડ રણજીત નગર ના મેનેજર અજય આર. શેઠ ના મુજબ કિટમાં ૫ કિલો ઘઉં નો લોટ, ૨ કિલો ચોખા, ૨ કિલો ખાંડ, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગ દાળ ….આ પ્રમાણે ૪૪ કિટો બનાવી જરૂરતમંદ લોકો ને…. વિતરણ કરવામાં આવ્યું . અને નવાનગર કો.ઓપ બેન્ક લિમિટેડ ના બઘા સ્ટાફ સેનેટાઈઝર થી હાથ સાફ કરી અંદર આવે છે. આજ રીતે બેન્ક ના ખાતા ધારકો માટે પણ સુરક્ષા દળો દ્વારા સેનેટાઈઝર થી હાથ સાફ કરાવી લોકો વચ્ચેનું સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવે છે. મેનેજર અજયભાઈના…

Read More

કેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતા ઓ ના સહયોગ થી કેશોદ માં સમસ્ત જ્ઞાતિ જનો ને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું

કેશોદ, કેશોદ માં મુસ્લિમ સમાજ સમાજ ના દાતાશ્રીઓ તરફ થી કેશોદ ના તમામ જ્ઞાતિ ના જરૂરિયાત મંદ લોકો ને લોકડાઉન સંદર્ભે 700 જેટલી રાસન કીટ નું વિતરણ કર્યું હતું. જે તમામ કિટો કેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતાશ્રી ઓ ના સહયોગ થી વિતરણ કરવામાં આવેલ હતી, તેમજ હાલ માં રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે કેશોદ ના મુસ્લિમ સમાજ ના જરૂરિયાત વાળા લોકો ને હાલ 250 જેટલી કિટો વિતરણ કરવામાં આવેલ હતી. જેમાં કુલ 20 જેટલી વસ્તુ જે નીચે મુજબ ના માલ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ઘઉં. ૫ કિલો,…

Read More

રાજકોટ શહેર જાહેરમાં થૂંકનારા B.J.P. ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ ૫૦૦નો દંડ ભર્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ અરવિંદભાઇ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી ૩ રાહતના રસોડા પોતાના વિસ્તારમાં ચલાવે છે. ત્યારે પોતાના રાહતના રસોડામાં કામ દરમિયાન જ તેઓ માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. વિડિયો વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક…

Read More

રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં ૫૮ વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લામાં નાના મવા રોડ પાસે ભીમનગરમાં રહેતા નરશીભાઈ પરમાર ઉ.૫૮ નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગઈ કાલે પત્નીએ તે હેરાન કરતા હોવાની ફરિયાદ કરતા પોલીસે ૧૫૧ મુજબ અટકાયત કરી હતી. ત્યારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. આ વ્યક્તિએ ગળેફાંસો ખાતા પોલીસમાં ચકચાર મચી ગઈ હતી. આ અગાઉ પણ આધેડને છેડતીના ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં પરપ્રાંતીય મજુરોની પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના

રાજકોટ , રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ પરપ્રાંતીય મજુરોની પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના. રાજકોટ થી યુપીના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સાથે મળી કરવામાં આવી વ્યવસ્થા. પ્રથમ ટ્રેનમાં ૧૨૦૦ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા. મેડિકલ ચેકઅપ કરી શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા. ટ્રેનમાં સોશિયલ ડિસ્ટનસિંગ ઝળવાઈ રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકો ને ટ્રેન માં સાથે પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રાજકોટ ના કાનુડા મિત્ર મંડળ એ મજૂરોને વતન મોકલવા ખર્ચ આપવામાં આવ્યો. ૮.૭૦ લાખ રૂપિયા…

Read More

હિન્દ ન્યુઝના પત્રકાર રામજી સોંધારા (કચ્છ, લૂણી ગામ) ના માસીનું દુઃખદ અવશાન …..

મરણ નોંધ : ધર્માચાર જય અલખદેવ સાથે જણાવવાનું કે મૂળ લુણી ના હાલે સપના નગર ના રહેવાસી સ્વ : ભાણબાઈ ખમું ડુંગરિયા, ઉ.વ.90 તે સ્વરાજાભાઈ, સ્વ પુજરાજ ભાઈ, સ્વ દાદુભાઈ તેના ભાભી શ્રી અને બાવાભાઈ રમેશભાઈ ચાગબાઇ, કુંવર બાઈના માતા, રામજીભાઈ સોંધરા (લૂણી ગામ ) ના માસી તા:04-5-2020ના રોજ 12 : 30 વાગ્યે અવસાન પામેલ છે. શમસાન યાત્રા થઈ ગયેલ છે. બેસણું આવતી કાલે 05/05/20 ના રાખેલ છે અને ધાર્મિક વિધિ હાલમાં મુલતવી રાખેલ છે જેની નોંધ લેવા વિનંતી નિવાસ સ્નાન શ્રી ચામુંડા કૃપા E/204 સપના નગર

Read More

રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય લોકોને તેમના વતન જવા માટે પરપ્રાંતીય મજદૂરોના નામ. ક્યાં રહે છે. અને ક્યાં જવા માંગે છે, તે તમામ માહિતી એકઠી કરી હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની સૂચનાથી જે.સી.પી. ખુરશીદ એહમદ તેમજ ડી.સી.પી. રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન દ્રારા મીરા ઇન્ડસ્ટ્રીયલ તેમજ આજી G.I.D.C તેમજ શ્રી.હરિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ સિયારામ તેમજ મધુરમ ખોડિયારપરા સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય મજ઼દૂરોને પોતાના વતન જવા માટેની કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય. જેમાં પરપ્રાંતીય મજદૂરોના નામ, ક્યાં રહે છે, અને ક્યાં જવા માંગે છે. તે તમામ માહિતી એકઠી કરી. એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ ને પુરી પાડવામાં આવી. જેથી તમામ પરપ્રાંતીય મજદૂરોને તેમના વતન જવામાં…

Read More

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ ના ભલામણ થી રોડ-રસ્તા ના કામ માટે રકમ ની ફાળવણી કરી ……

ગાંધીનગર , ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની માંગણીઓ ને અનુલક્ષી ને જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ ની ભલામણ થી રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા માં કલોલ – દહેગામ ,ગાંધીનગર ઉત્તર- અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં થઈને કુલ અંદાજીત ૩૫ કરોડ ના ખર્ચે રોડ-રસ્તા ના કામ માટે રકમ ની ફાળવણી કરી. રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર બ્યુરોચિફ

Read More

ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં પી જી વી સી એલ ની બેદરકારી…….

ઢસા, ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં પી જી વી સી એલ ની બેદરકારી ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં લોકડાઉન વચ્ચે ઢસા જંકશન ખાતે લાઈટ ના ધાંધિયા,  આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં PGVCL ના આંખ આડા કાન કરતાં હોય એમ લાગી રહ્યું છે. હાલ કોરોના મહામારી ને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે જ્યારે લોકો લોકડાઉન નું પાલન પણ પોતાના ઘરમાં રહી કરી રહ્યા છે. તેવામાં આ ધોમ ધમતી ગરમી માં બપોરના સમયે દરરોજ લાઈટ ના ધાંધિયા જોવા મળે છે. તેમજ હાલ મુસ્લિમ સમાજ માં પવિત્ર રમઝાન માસ પણ શરૂ હોવાથી આ કાળઝાળ…

Read More

કેશોદમાંઆજથી મોટાભાગના ધંધા રોજગાર શરૂ એસટી વ્યવહાર બંધ

કેશોદ, આજરોજ કેશોદ મા વહેલી સવારથી બજારોમાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જોવા મળ્યા બપોર બાદ શહેરની મુખ્ય ગણાતિ આંબાવાડી કાપડ બજારના વેપારીઓએ લોકડાઉનની શરૂઆત બાદ ધંધા રોજગારનો શુભારંભ કર્યો . સમગ્ર વિશ્વમા કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહીછે જેમા આપણો દેશ પણ બાકાત રહ્યો નથી દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે બાબતે દેશ ભરમાં એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ફરિથી ત્રણ તારીખ સુધી લોક ડાઉન લંબાવ્યા બાદ ફરિથી આગામી સતર તારીખ સુધી…

Read More