રાજકોટ શહેરમાં પરપ્રાંતીય મજુરોની પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ પરપ્રાંતીય મજુરોની પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના. રાજકોટ થી યુપીના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સાથે મળી કરવામાં આવી વ્યવસ્થા. પ્રથમ ટ્રેનમાં ૧૨૦૦ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા. મેડિકલ ચેકઅપ કરી શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા. ટ્રેનમાં સોશિયલ ડિસ્ટનસિંગ ઝળવાઈ રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રમિકો ને ટ્રેન માં સાથે પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રાજકોટ ના કાનુડા મિત્ર મંડળ એ મજૂરોને વતન મોકલવા ખર્ચ આપવામાં આવ્યો. ૮.૭૦ લાખ રૂપિયા ટીકીટ ખર્ચ તેમજ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા સામાજિક સંસ્થાએ કરી આપી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment