રાજકોટ શહેર નિર્મલા રોડ પર નિર્મલા સ્કૂલ સામે કોમ્પલેક્ષમાં ઓમ પ્લાનેટ માં લાગી આગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ નિર્મલા રોડ પર કોમ્પ્લેક્ષ માં લાગી આગ. નિર્મલા સ્કૂલ સામે આવેલ ઓમ પ્લાનેટ માં લાગી આગ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા હાથ ધરાઇ કાર્યવાહી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ફાકી ખાવી હોય તો એ પણ સિવિલ હોસ્પિટલમાંથી એકદમ સરળતાથી મળી રહેશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ વ્યાપ વધ્યો છે. અને એમાં પણ લોકડાઉનનો સમય છે. આ સમયમાં ફાકીના રસિયાઓ અનેક જગ્યાએ ફાકી શોધતા હોય છે. ત્યારે જો તમારે ફાકી ખાવી હોય તો પહોંચી જાવ સિવિલ હોસ્પિટલ. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવતી હોય છે. પરંતુ જો હવે એમાં પણ ચોંકાવનારી વાત તો એ છે કે હોસ્પિટલમાં ફાકી વેંચવાનો ધંધો બીજું કોઈ નહીં પણ ત્યાંની નર્સ જ ચલાવી રહી છે. ૨૦ રૂપિયાની ફાકી નર્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં…

Read More

‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ને સાર્થક બનાવનાર અશ્વિનભાઈ માંકડિયા અને દયારામભાઈ પટેલ ને ડૉ. સીમાબેન પટેલ દ્વારા આભાર……. 

મોરબી, સમગ્ર ગુજરાત માં કોરોનાના પગલે લોકડાઉનની આવી કપરી પરિસ્થિતિ છે ત્યારે આપણા ગામના, તાલુકાના, જિલ્લાના અને ભારત દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરનારી અનેક સંસ્થાઓ ખૂબ જ આગળ આવી ‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ના સુત્રને સાર્થક બનાવી રહી છે ત્યારે આવી જ પરિસ્થિતિમાં ઝઝુંમતા મોરબી જિલ્લામાં હરીપાર્ક સોસાયટી ના રહેવાસી બીનાબેન (નામ બદલેલ છે) હાલ પોતાના બે દીકરા અને એક દીકરી સાથે આ કોરોનાની મહામારીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે એ બીનાબેન (નામ બદલેલ છે) ને પોતાના ત્રણ સંતાનો સાથે ભૂખમારી નો…

Read More

ગુજરાત રાજયમાં લોકડાઉનમાં આંશિક રાહત મળશે, ૧૫મી થી વિમાન, ટ્રેનો, તથા બસ તેમજ શાળા-કોલેજો રહેશે બંધ, કાલે સત્તાવાર જાહેરાતની સંભાવના

ગુજરાત રાજય, તા.૧૩.૪.૨૦૨૦ ના વડાપ્રધાન સાથે થયેલી ચર્ચા વિચારણા મુજબ ૧૫મી એપ્રિલથી ગુજરાતમાં લોકડાઉનને ઘણું જ હળવું કરી દેવાશે. જેની આવતીકાલે સત્તાવાર જાહેરાતની સંભાવના છે. જોકે તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ રહેશે. જેમાં એરપોર્ટ પરના વિમાનો તથા રેલવેની ટ્રેનો અને ગુજરાત એસ.ટી તથા એ.એમ.ટી.એસ. ની સ્થાનિક બસ સેવાનો સમાવેશ થાય છે. આ બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે પરંતુ લોકો પોતાના વાહનો લઇને નીકળી શકશે. ગુજરાતની તમામ શાળા કોલેજો પણ બંધ રહેશે. એટલું જ નહીં ગુજરાતની સરહદ અન્ય રાજ્યો માટે બંધ રહેશે. આજ રીતે રાજ્યના તમામ જિલ્લાઓ પણ એકબીજા…

Read More

રાજકોટ શહેરમાં પોલીસ, મ્યુનિ.સ્ટાફ, પ્રેસને સ્વખર્ચે ૨૫ હજાર માસ્ક આપશે ઉદય કાનગડ

રાજકોટ, તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોના લોકડાઉન વચ્ચે કાર્યરત તમામ પોલીસ કર્મચારીઓને એન–૯૫ પ્રકારના ૮ હજાર માસ્ક તેમજ મહાનગરપાલિકાના ૫ હજાર કર્મચારીઓ માટે થ્રી–લેયર કેટેગરીના ૧૫ હજાર માસ્ક તેમજ તમામ પ્રેસ–ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારો, પ્રેસ ફોટોગ્રાફર્સ, કેમેરા પર્સન્સ તેમજ અન્ય અખબારી કર્મચારીઓને પણ તેમના તરફથી સંપૂર્ણ સ્વખર્ચે માસ્ક આપવામાં આવશે. તેમણે ઉમેયુ હતું કે તેઓ કુલ ૨૫ હજાર માસ્કનું વિતરણ કરશે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં…

Read More