હિન્દ ન્યુઝ, જસદણ
આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ગાઈડ લાઈન મુજબ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ની સુચનાથી જસદણ વિધાનસભામાં ગાવ ચલો અભિયાન અંતર્ગત જસદણ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી દ્વારા વિસ્તારને હરિજંડી આપી અને ગાવ ચલો અભિયાન શરૂ કરાવેલ જેના ભાગરૂપે વોર્ડ નંબર ચાર જસદણ નગરપાલિકા વિસ્તારમાં મેઈન બજાર હરિરામ બાપા ના મંદિર વિસ્તાર ભરતભાઈ ધારૈયા વાળા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં વોર્ડ નંબર ચારના વિસ્તારક પંકજભાઈ ચાવ તેમજ વોર્ડ નંબર ચાર ના સંયોજક ભરતભાઈ ધારૈયા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર આગેવાન આદરણીય અશોકભાઈ મહેતા જસદણ શહેર ભાજપના ઉપપ્રમુખ જયુભાઈ બોરીચા તેમજ આ વિસ્તારના આગેવાન અને પત્રકાર ધર્મેશભાઈ કલ્યાણી તેમજ વેપારી આગેવાન અશોકભાઈ ગાંધી સંજયભાઈ હરભોલે મીઠાઈ વાળા રાજુભાઈ શેઠ તેમજ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામભાઈ કટેશીયા પ્રવીણભાઈ ધોળકિયા શહેર ભાજપનીઓબીસી મોરચા ના મહામંત્રી અમરશીભાઈ રાઠોડ તેમજ મનસુખભાઈ સાનેપુરા. જયદીપભાઇ રાઠોડ સહિતના આગેવાનો કાર્યકરો વોર્ડ નંબર ચારમાં ઘરે ઘરે દુકાનો એ ઓફિસે જઈ અને મોદી સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામો તેમજ ઐતિહાસિક બનાવો જે રામ મંદિર બનેલ તેમજ અનેક સિદ્ધિઓ ભારત દેશે મેળવી છે તે બાબતે લોકો સુધી માહિતી પહોંચાડેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ