હિન્દ ન્યુઝ, ડભોઈ
ડભોઈ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-૮ નવાપુરા, બદરુદ્દીન મહોલ્લા વિસ્તારમાં વર્ષો જૂની ગટર લાઈન ને લઈ ગટરો ઉભરાવવા અને લાઈનો જામ થવાની સમસ્યાઓ વકરતી હતી. તેના કારણે સ્થાનિકો અને રાહદારીઓ વારંવાર હાલાકી ભોગવતા હતા. સાથે ગંદા અને દૂષિત પાણી થી ઉદભવતી બીમારીઓ નો ભોગ બનતા હતા.તેને લઈ આ વિસ્તાર કેટલાક સમયથી નરકાગાર ની સ્થિતિ ઉભી થવા પામી હતી. તેને ધ્યાને લઈ વોર્ડ નં-૮ના કોર્પોરેટર બીબીબેન સિકંદરભાઈ મન્સુરી, હસુમતિબેન દસરતભાઈ વસાવા એ આ વિસ્તાર ને સ્વચ્છ અને સુંદર બનાવવાના સબળ પ્રયત્નો અને અથાક પરિશ્રમ કરી આ વિસ્તાર ની સમસ્યાઓનું નિરાકરણ લાવવા બીડું ઉઠાવ્યું હતું.
જ્યારે ડભોઈ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા ૧૪માં નાણાપંચ ની સમિતિ હેતળ ડભોઈ ના વોર્ડ નં-૮ મા ભૂગર્ભ ગટર લાઈન, રાઇજિંગ મેઈન, પંપિંગ સ્ટેશન, સ્ક્રીન ચેમ્બર તથા પંપિંગ મસીનરીના કામ માટે રૂ.૨,૦૫,૫૨,૧૯૨.૦૩ ના ઓનલાઈન ટેન્ડર મંગાવતા વોર્ડ નં-૮ ના કોર્પોરેટરો ની અથાક મેહનત રંગ લાવી હોય તેમ પ્રતીત થાય છે. જયારે વોર્ડ નં-૮ ના સ્થાનિકો માં પણ ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ