ઢીમા ખાતે ધરણીધર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, થરાદ

                                          ઢીમા ધામ ખાતે શ્રી ધરણીધર ભગવાનના સાનિધ્યમાં રમેશભાઇ ચૌધરી ના સાથ સહકારથી અને ગામના યુવાનો ના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો. આદર્શ બ્લડ બેન્ક થરાદ ના ડો. કે.વી પટેલ ના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પ નુ દીપ પ્રાગટ્ય બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

યુવાનોએ રક્તદાન મહાદાન ના સૂત્ર ને સાર્થક કરી ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ એ પ્રાસંગિક પ્રવચન કર્યું અને રક્તદાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ. માત્ર 51 બોટલના આયોજનથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 65 થી ઉપર બોટલો એકત્રિત કરવામાં આવી. આમ અજ્ઞાત વ્યક્તિઓના જીવન બચાવવા ના આશય સાથે યોજાયેલા આ કેમ્પના બ્લડ દાતાઓનો આભાર ડોક્ટર કે.વી.પટેલ પટેલ અને આયોજક રમેશભાઇ ચૌધરી (ઢીમા)એ માન્યો હતો.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment