દિયોદર પ્રશાંત પાર્ક સોસાયટી ની મહિલા દ્વારા શ્વાન માટે લાડુ બનાવ્યા

હિન્દ ન્યુઝ, દિયોદર

                                              ઉતરાયણ ના હવે ગણતરી ના દિવસો બાકી છે. જેમાં સેવાભાવી મહિલાઓ દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં દિયોદર પ્રશાંત પાર્ક સોસાયટી ની મહિલા મંડળ દ્વારા સેવા કાર્ય ના ભાગ રૂપે શ્વાન માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. આ બાબતે રમીલાબેન માળી એ જણાવેલ કે દર વર્ષ અમો મહિલા ઓ એકઠી થઈ ઉતરાયણ પહેલા શ્વાન માટે લાડુ બનાવીએ છે. જેમાં સોસાયટી અને આજુ બાજુ માં શ્વાન ને લાડુ પીરસિયે છે, ત્યારે આ વખતે પણ અમો એ શ્વાન માટે લાડુ નું આયોજન કર્યું છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment