ખંભાત શહેર સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

હિન્દ ન્યૂઝ, આણંદ

                                      ખંભાત શહેર દરિયાઈ પટ્ટી ઉપર આવેલ શહેર છે. તેમજ દરિયાઈ પટ્ટી ના કારણે પીવાના પાણી ની ખુબજ તંગી વર્તાઈ છે. ભુર્ગભ જળ ખુબ ખરાસવાળું હોઈ ઉપયોગ મા લઇ સકાતું નથી. જેથી જન જીવન ને હાડમારી વેઠવી પડે છે. ખંભાત શહેર ની સેન્સસ ૨૦૧૧ મુજબ ની વસ્તી ૯૯૧૬૪ માણસો ની હતી. જેની હાલ ની ૨૦૨૦ની વસ્તી ૧૧૭૦૧૪ માણસો ની થવા જાય છે.

                                         સરકાર દ્વારા સંવિર્ણમ જયંતિ મુખ્ય મંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત ખંભાત શહેર ના બે જુદાજુદા સ્થળો ઉપર વસ્તી ના ધોરણે નવીન સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નેયડા ખાતે ૪.૫૦ એમ. એલ. ડી તથા માછીપુરા વિસ્તાર માટે ૬.૮૦ એમ. એલ. ડી નો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે અંદાજીત રકમ રૂ. ૨૯.૬૯ કરોડ ની મંજુરી આપવામાં આવેલ છે. જેનું કામ નવકાર બિલ્ડર્સ. અમદાવાદ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે. જેનું ખાત મહુર્ત તા. ૩/૧/૨૧ ના રોજ થયું. આણંદ જિલ્લા મા આવેલ આંકલાવ નગરપાલિકા વિસ્તાર ની વર્ષ ૨૦૧૧ મુજબ ની અંદાજીત વસ્તી ૨૧૦૦૩ જેટલી છે તથા વર્ષ ૨૦૨૦ મુજબ ની હાલ ની અંદાજીત વસ્તી ૨૮૫૬૪ થવા જાય છે. આંકલાવ નગરપાલિકા વિસ્તાર મા ગટર યોજના નુ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સીવેજ નિકાલ ની વ્યવસ્થા ના અભાવ થી નગરપાલિકા વિસ્તાર ના સીવેજ વેસ્ટ ને વાઘરીયા તળાવ વિસ્તાર મા આવેલ ઓક્સિડેશન પોન્ડમાં ઠાલાવવામાં આવતો હતો.

                                           આમ શહેર માંથી દૈનિક ઉદભવતા ગંદા પાણી ના નિકાલ તથા શહેરની સ્વચ્છતા મા વધારો તથા ખરાબ પાણી નો રિસાયકલ કરી સદુપયોગ મા લઇ શકાય તે માટે ઉક્ત કામગીરી ખુબજ જરૂરી છે.

                                            સરકાર દ્વારા સંવિર્ણમ જયંતિ મુખ્ય મંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત આંકલવ શહેર ના વાઘરીયા તળાવ વિસ્તાર મા ૩.૬૦ એમ. એલ. ડી. ક્ષમતા ના ઓપન ટકેનોલોજી વિથ બાયોલોજિકલ ન્યુટ્રીઅન્ટ રિમોવલ (બી. એન. આર.) સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને અંદાજીત રકમ રૂ.૬.૮૬ કરોડ ની મંજુરી આપવામાં આવેલ છે. જેનું કામ જય કોર્પોરેશન મહેસાણા દ્વારા ધરવામાં આવી રહેલ છે. જેનું ખાત મહુર્ત તા. ૩/૧/૨૧ ના રોજ થયું.

                                              આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકામાં હાલ એક પણ જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત નથી, એટલે કે કોઈપણ ગામ કે શહેર નો જૂથ યોજનામાં સમાવેશ થયેલ નથી. તેને વિસ્વનીય સોર્સ આધારિત યોજના માટે આકારણી કરવા જણાવેલ. તેમેજ હયાત બોર ના પાણી ઊંડા જવાના કારણે ગામો ને પીવાનું શુદ્ધ પાણી નળ મારફતે મળે તે હેતુ થી લાંબા ગાળા ના કાયમી ઉકેલ રૂપે સરકાર ના પ્રવર્તમાન ધારા ધોરણ ૧૦૦ લિટર /વ્યક્તિ /દિવસ મુજબ પૂરતા પ્રમાણ મા પીવાનું શુદ્ધ પાણી આપવા સરફેસ સોર્સ આધારિત મહી નદી ના કિનારે ઉમરેઠ તાલુકા ના અહિમા ગામ પાસે ઇન્ટેકવેલ બનાવી તાલુકા ના આણંદ – ગોઘરા રેલવે લાઈન ના દક્ષિણ એ આવેલા ૨૦ ગામો + ૪૩ પરા + ૧ શહેર (ઉમરેઠ) મળી કુલ ૬૪ ગામ /પરા/શહેર ને આવરી લેતી દક્ષિણ ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાની અંદાજીત કિંમત રૂ.૮૯૭૨.૮૮ લાખ ની મંજુરી આપવામાં આવેલ છે. જેનું કામ ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રા.લિ. અમદાવાદ ને ૨૪ માસ મા પૂર્ણ કરવાની શરતે સોંપવામાં આવેલ છે. જેનું ખાત મહુર્ત તા. ૩/૧/૨૧ ના રોજ થયું.

                                                આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા મા હાલ એક પણ જુથ પાણી પુરવઠા યોજના કાર્યરત નથી, એટલે કે કોઈપણ ગામ કે શહેર નો જુથ યોજના મા સમાવેશ થયેલ નથી. તેને વિશ્વાનીય સોર્સ આધારિત યોજના માટે આકારણી કરવા જણાવેલ. ઉમરેઠ તાલુકાના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી- પશુપાલન હોઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો હોઈ તાલુકાના અમુક ગામોમાં નાઈટ્રેટ પ્રમાણ જોવા મળે છે. સરકાર ના પ્રવર્તમાન ધારા ધોરણ ૧૦૦ લિટર /વ્યક્તિ /દિવસ મુજબ પુરતા પ્રમાણ મા પીવાનું શુદ્ધ પાણી આપવા સરફેસ સોર્સ આધારિત મહી નદીના કિનારે ઉમરેઠ તાલુકાના અહિમા ગામ પાસે ઇન્ટેકવેલ બનાવી તાલુકાના કુલ ૩૯ ગામ (૦૨- રૂરલ – ભાલેજ / શીલી) + ૭૨ પરા + ૦૧ શહેર (ઉમરેઠ ) જુથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવેલ હતી. આણંદ -ગોધરા રેલવે લાઈન ના ઉતરે આવેલ ૧૯ ગામ + ૨૬ પરા મળી કુલ ૪૫ ગામ /પરા ને આવરી લેતી ઉત્તર ઉમરેઠ જુથ પાણી પુરવઠા યોજનાની અંદાજીત કિંમત રૂ.૪૧૬૬.૮૩ લાખ ની મંજુરી આપવામાં આવેલ છે. જેનું કામ વ્રજ કન્સ્ટ્રકશન કંપની, અમરેલી ને ૨૪ માસ મા પૂર્ણ કરવાની શરતે સોંપવામાં આવેલ છે. જેનું ખાતમુહૂર્ત તા.૩/૧/૨૧ ના રોજ થયું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment