દિયોદર શ્રી માળી ત્રાગડ સોની સમાજ દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

                                                દિયોદર તાલુકા ના મીની અંબાજી સણાદર મંદિર ખાતે આજે શ્રી માળી ત્રાગડ સોની સમાજ દ્વારા એક દિવસિય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 6 ટીમ એ ભાગ લીધો હતો. જેમાં સેમીફાઇનલ માં દિયોદર અને ભાભર વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો. જેમાં દિયોદર ટિમ માંથી અલ્પેશ સોની એ સારો દેખાવ કર્યો હતો. જેમાં બીજી તરફ ભાભર ટીમ આનંદ સોની એ પણ સારો દેખાવ કરતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રસાકસી ભરી બની હતી.

                                                     જેમાં સેમી ફાઇનલ માં દિયોદર ટીમ વિજેતા થઈ હતી. આ ટુર્નામેન્ટ માં દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 6 ટીમ માં સારો દેખાવ કરનાર દરેક ખેલાડી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી માળી ત્રાગડ સોની સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં આવેલ મહેમાનો નું દિયોદર સોની સમાજ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ આયોજન ને સફળ બનાવવા માટે સોની સમાજે સારી મહેનત કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment