જળસંચય અને જળબચાવના કાર્યોમાં લોકસહયોગ કચ્છ માટે વરદાનરૂપ બની રહેશે – વિનોદભાઇ ચાવડા, સાંસદ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ ભુજ સમગ્ર રાજય સાથે આજરોજ કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પાણીના સંગ્રહથી ૫૦૦ જેટલા પશુધનને ફાયદો થશે તે ઉપરાંત પીવા, સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ બનશે તેવું વિગતો આપતા સાંસદ વિનોદભાઇ ચાવડા ઉમેર્યું હતું…

Read More

અખિલ કોટક પ્રોડકશન – પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત

હિન્દ ન્યુઝ, રાજકોટ             શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સહ સંયોજક વિજયભાઈ કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં અખિલ કોટક પ્રોડકશન અને પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ, થ્રીલર ગુજરાતી ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા સેલ ઈન્ચાર્જ રાજન ઠકકર અને શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, અભિષેક કારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયાએ જણાવેલ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવતુ જાય છે. ગત વર્ષે…

Read More

G-૨૦: ‘વસુધૈવ કુટુંબકમ’ : લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ઘટના

વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે: આદિકાળથી ભારત ‘વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ જ એક પર   હિન્દ ન્યુઝ, સુરત ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે. તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ૧૦ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.             આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના…

Read More

સ.દા. કૃષિ યુનિવર્સિટી કોઠારા મુકામે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભુજ         વિભાગીય સંશોધન કેન્દ્ર સ.દા. કૃષિ યુનિવર્સિટી કોઠારા મુકામે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કચેરીના  નિવૃત્ત થનાર ખેત મજુર બેન સકીનાબેન .કે .મેમણના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યા હતા.          ત્યારબાદ કેન્દ્ર ખાતે કચ્છ જિલ્લામાં લુપ્તપ્રાય થઈ રહેલી અલ્પ વપરાશી  શુષ્ક વિસ્તારના  ઉપેક્ષિત ફળઝાડ કોઠાના ફળની ચટણી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.. ચટણીના નમુનાની ચકાસણી માટે ‘સેવા’ સંસ્થાના પ્રતિનિધિ શીતલબા સોઢા, હીનાબેન જોશી, જાદુગર દિપકવન એલ.ગોસ્વામી, ફાતમાબેન મંધરા, રશીદાબેન બકાલી, જશોદાબેન જોગી અને  અવનીબેન ગોસ્વામીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.         સ્પર્ધાના…

Read More

ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Read More

આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું જરૂરી જણાય છે.         જેથી કચ્છ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓએ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે કોઇ મંડળી બનાવીને ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર…

Read More

ગીર સોમનાથમા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતર્ગત આયુષને વિનામૂલ્યે કિડની ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) માં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદય રોગ,ક્લેટ લીપ પેલેટ સહિતની ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના અન્ય ગંભીર રોગની સારવાર તથા મોટા ઓપરેશનની જરૂર પડ્યે સરકારશ્રી દ્વારા આર.બી.એસ.કે પ્રોગ્રામ અતર્ગત વિનામૂલ્યે સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. આ વર્ષ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાળક આયુષ સુરેશ પરમાર ને જન્મથી જ કિડની ની બિમારી હતી, જે  વેરાવળ તાલુકાની આર.બી.એસ.કે ટીમનાં ડો.ઈશ્વર ડાકી તથા ડો.વિએના જીન્જુવાડીયા નિદાનમાં આવતા તેમના દ્વારા માર્ગદર્શન…

Read More

સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ હુબલી-ધારવાડ (કર્ણાટક) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ તકે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતાં. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી મકવાણાએ યુવાઓને ઉદ્દેશી કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારો આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વના છે. તેમના વિચારો જીવનમાં ઉતારી દેશને…

Read More

બોટાદ આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, બોટાદ આજરોજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો બોટાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો…

Read More