સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ હુબલી-ધારવાડ (કર્ણાટક) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

આ તકે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતાં. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી મકવાણાએ યુવાઓને ઉદ્દેશી કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારો આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વના છે. તેમના વિચારો જીવનમાં ઉતારી દેશને મજબૂત અને સંકલ્પબદ્ધ બનાવવામાં યુવાઓ પોતાનો મહત્તમ ફાળો આપી શકે છે. જેથી એમનું જીવન પણ સંકલ્પબદ્ધ બનશે. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા તેમજ સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી કરશનભાઈ સોલંકી સહિત યુવાનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment