હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ નાં પી.આઇ .સિધ્ધરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ જસદણ નો ટ્રાફીક પ્રશ્ન હલ કરવા માટે જસદણ પોલીસ તેમજ નગરપાલિકા દ્વારા સયુંકત ટ્રાફીક ડ્રાઈવ યોજવમાં આવી. જેમા જુના બસ સ્ટેશન, ટાવરચોક, મોતીચોક સહિત મેઈનબજાર ની અંદર ટ્રાફિકને નડતર રૂપ લારી ગલ્લા, દુકાનોના બોર્ડ સહિતની વસ્તુઓ પાલિકા દ્વારા કબ્જે કરવામાં આવ્યું. આથી પોલીસ અને પાલિકા ની “ટ્રાફીક ડ્રાઈવ અભિયાન” ની સરાહનીય કામગીરીને જસદણ વાસીઓએ બિરદાવી હતી.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

