ભાવનગર ઘોઘાના ભવાનીપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જિલ્લા પ્રભારી તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારી બિસ્વરૂપ દાસની મુલાકાત

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભવાનીપુરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ભાવનગર જિલ્લાના પ્રભારી અધિકારી તરીકે NDMA, દિલ્હીના જોઈન્ટ એડવાઈઝરશ્રી બિસ્વરૂપદાસ પણ સહભાગી બન્યાં હતાં. જોઈન્ટ એડવાઈઝર બિસ્વરૂપદાસ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે કુંડળ ગામના સરપંચને નલ સે જલ યોજનામાં ગ્રામ પંચાયતમાં ૧૦૦ ટકા નળ જોડાણની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રશસ્તિપત્ર તેમજ ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં. કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ સહાયની સાફલ્યગાથા રજૂ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સહુએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. કાર્યક્રમ પહેલા બિસ્વરૂપદાસ સહિતના અન્ય મહાનુભાવોએ સરકારની વિવિધ યોજનાઓના ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત હિતેષ ઝણકાટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.આર.સોલંકી, ઘોઘા મામલતદાર પી. ડી. સુવા સહિતના આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment