હિન્દ ન્યુઝ, છોટાઉદપુર
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી અને હરીપુરા ગામમાં આવી પહોંચતા તાલુકા પંચાયતના કારોબારી સભ્યો, તાલુકા પ્રમુખ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ,પૂર્વ તાલુકા પ્રમુખ, જસ્કીના સરપંચ અને હરિપુરના સરપંચશ્રી હાજરીમાં બંને ગામોના લાભાર્થીઓને સહાય અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તા. ૫ ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી નિમિત્તે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિકસીત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી જણાવ્યું કે, છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડવા માટે આ રથ ગામે ગામ ફરી રહ્યો છે.
આ કાર્યક્રમમાં પુરવઠા શાખા દ્વારા ઉજવલા યોજના હેઠળ ગેસ કીટ, આઇસીડીએસ દ્વારા પોષણ કીટ અને આરોગ્ય ખાતા દ્વારા આયુષ્યમાન કાર્ડનાં લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
ધરતી કહે પુકાર કે … થીમ પર ગામની શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું હતું. “મેરી કહાની, મેરી જુબાની” હેઠળ સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જસ્કી અને હરીપુરા ગામમાં રાજય સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુથી કાર્યક્રમ સ્થળ પર સરકારના વિવિધ વિભાગના સ્ટોલ લગાવાય હતા. જેનો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતો.