જળસંચય અને જળબચાવના કાર્યોમાં લોકસહયોગ કચ્છ માટે વરદાનરૂપ બની રહેશે – વિનોદભાઇ ચાવડા, સાંસદ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩

ભુજ

સમગ્ર રાજય સાથે આજરોજ કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.

આ પાણીના સંગ્રહથી ૫૦૦ જેટલા પશુધનને ફાયદો થશે તે ઉપરાંત પીવા, સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ બનશે તેવું વિગતો આપતા સાંસદ વિનોદભાઇ ચાવડા ઉમેર્યું હતું કે, સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવા સાથે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી, સાફ- સફાઇ કરવી સાથે જળસ્ત્રોતનું સમારકામ કરવું વગેરે છે. જો પાણીનો સંચય થશે તો છેવાડાના ગામથી લઇને દરેક ગામને સ્થાનિકે પીવા, સિંચાઇ કે પશુ જાળવણી માટે પાણીનો પુરવઠો મળી રહેશે તથા પાણીના તળ ઊંચા આવશે. ત્યારે ૩૧મે સુધી ચાલનારા આ અભિયાનમાં લોકભાગીદારી તથા સો ટકા સરકાર હસ્તકના ૨૦૦૦થી વધુ કામો કરવાનું આયોજન હોવાથી લોકો આ કામોને પોતાનું કામ સમજીને પુરતો સહયોગ આપે તો તેના પરિણામો કચ્છ માટે વરદાનરૂપ બની રહેશે. આ પ્રસંગે જિલ્લા સર્માહતા દિલીપ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અંદાજે ૯૫ કરોડથી વધુના ખર્ચે કચ્છમાં ૨૦૦૦થી વધુ કામ કરવાનું આયોજન છે.

આ આયોજન થકી અંદાજે ૧૪૨૮ કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થવાનો છે. ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો કચ્છમાં સંગ્રહ કરી શકાશે. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કાર્યપાલક ઇજનેર વિશાલ ગઢવીએ કર્યું હતું. જયારે આભારવિધી અધિક્ષક ઇજનેર એ.ડી.પરમાર તથા સંચાલન મનન ઠકકરે કર્યું હતું. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, લાખોંદના સરપંચ રાજાભાઇ માંગલીયા, જિલ્લા પંચાયત સદસ્ય હરીભાઇ જાટીયા, અગ્રણી ભીમજીભાઇ જોધાણી, હરીશભાઇ ભંડેરી, લાખોંદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંગબાઇ , ડેપ્યુટી ઇજનેર લીખાર રામેશ્વર, આસિસ્ટન્ટ ઇજનેર હેન્સી મહેતા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment