હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીનું અભિયાન કાર્યરત છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્કીમ અંતર્ગત ૨૫ નવેમ્બરના રોજ મુંજકામાં શિવ શક્તિ શાળા ખાતે “જાતિગત સંવેદનશીલતા અને માસિકસ્ત્રાવ સ્વચ્છતા (મેનસ્ટ્રુઅલ હાયજીન)” વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ – બેડ ટચ, માસિકસ્ત્રાવ અને સ્વ-સ્વચ્છતા અંગે વીડિયોના માધ્યમથી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ૬૦થી વધુ વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ તકે ડી.એચ.ઈ.ડબ્લ્યુ. અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.