હિન્દ ન્યુઝ, વડોદરા
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુ ઈ બી ) વડોદરા દ્વારા તા.૨૨ નવેમ્બર ૨૦૨૪ ના રોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી),કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના આજુબાજુના ૬ નોકરીદાતા દ્વારા B.E,MBA,MCOM,MSC CHEMISTRY જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ૫૦ થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે અનુભવી અને બિનઅનુભવી ૧૮ થી ૩૫ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
રોજગાર ભરતી મેળોમાં INTRODUCTION AT INTERVIEW વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે તથા સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ આપવામાં આવશે. આ સાથે એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે ઉત્તમ તક મળશે.તેમજ ઓનલાઈન રોજગારી માટે રોજગાર લક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિ:શુલ્ક માર્ગદર્શન આપવામા આવશે. આ સાથે રસ અને યોગ્ય લાયકાત ધરાવતા રોજગારવાચ્છું ઉમેદવારોને ૩ રીઝયુમની નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવા યુ ઈ બી નાયબ વડાની યાદીમાં જણાવાયું છે.