હિન્દ ન્યુઝ, વડોદરા
રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાનાપંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીની અધ્યક્ષતામાં વડોદરા શહેર જિલ્લા સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો જેમાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડીનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
યોગ સ્નેહ મિલનમાં યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીએ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યૌગિક ક્રિયાઓ કરાવી હતી. ઉપરાંત યોગ સાધકો સાથે યોગ સંવાદ પણ સાધવામાં આવ્યો. જેનો ઉદેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે છે. ઉપરાંત લોકો નિરોગી રહે અને સ્વસ્થ જીવનશૈલીનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
એક સંવાદમાં શિશપાલજી એ જણાવ્યું કે રાજ્ય યોગ બોર્ડનું લક્ષ્ય યોગને પ્રત્યેક ગામ અને ઘર સુધી પહોંચાડવાનું છે. તેમણે કહ્યું કે યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે.વિશ્વ ૨૧ મી જૂને યોગ દિવસ ઉજવે છે તેનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે.ગુજરાતે વર્ષના ૩૬૫ દિવસને યોગ દિવસ બનાવવા યોગ બોર્ડનું ગઠન કર્યું છે.બોર્ડના માધ્યમ થી ૧.૫૦ લાખ યોગ ટ્રેનર નું ઘડતર થયું છે અને રાજ્યમાં ૫ હજાર યોગ વર્ગો ચાલી રહ્યા છે.યોગ થી શરીર બળ,મનોબળ અને આત્મ બળ વધે છે અને તંદુરસ્તી સુધરે છે.બોર્ડનું લક્ષ્ય યોગમય ગુજરાતના નિર્માણ માટે ૧૦ લાખ ટ્રેનર તૈયાર કરીને ૫૦ હજાર યોગ વર્ગો સંચાલિત કરવાનું છે. તેમણે તમામ યોગ સાધકો અને યોગ પ્રેમીઓને નિરામય નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.