હિન્દ ન્યુઝ, સુરત
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુરતમાં વસતા વઘાસીયા પરિવારનાં યુવાનો દ્વારા યુવાઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા ખાતે કરવામાં આવેલ.
પરિવાર ના મહામંત્રી નિખિલ વઘાસીયા એ વિશેષ માહિતી આપતા જણાવેલ કે, શ્રી વઘાસીયા પરિવાર નું સિલ્વર જ્યુબીલી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પ્રમુખ ડો. જગદીશ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકાર ની ૨૫ કરતા પણ વધારે પ્રવૃતિઓ કરવાનું નક્કી કરેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ ક્રિકેટ નો વાયરો ચાલી રહ્યો છે મોટાભાગનાં યુવાઓ ક્રિકેટ માં વિશેષ રૂચી ધરાવે છે ત્યારે અન્ય રમતોમાં પણ આજનાં યુવાનો રુચિ ધરાવે અને આગળ આવે એ હેતુથી શ્રી વઘાસીયા પરિવાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વોલીબોલ ટુનાર્મેન્ટ નું આયોજન કરેલ.
જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધારાની ૨ ટીમો એ ઉત્સાહભેર ભાગ લીધો. આ અંગે યુવા પ્રમુખ નીતિન વઘાસીયા એ જણાવેલ કે પરિવાર માં દરેક કાર્ય માટે વિવિધ સમિતિ ઓ પૈકી સ્પોર્ટ્સ કમિટીનાં ચેરમેન ભુપેન્દ્ર વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટ નું આયોજન સાગર વઘાસીયા, ગૌતમ વઘાસીયા તેમજ ચિરાગ વઘાસીયા દ્વારા કરવામાં આવેલ. ટુર્નામેન્ટ ના ચેરમેન સાગર વઘાસીયા એ વધુ માહિતી આપતા જણાવેલ કે ખેલાડીઓ ના નામાંકન થી લઇ ને ટીમ ઓકસન તેમજ ગ્રાઉન્ડ ની સંપૂર્ણ જવાબદારી અંકુર વઘાસીયા અને હારિત વઘાસીયા એ નિભાવેલ.
આ ટુર્નામેન્ટ માં કુલ ૬ ટીમો બનાવેલ. દરેક ટીમ ના એક ઓનર પરિવારનાં સભ્યો માંથી મળી આવેલ ઉપરાંત ટ્રોફી, કોલ્ડ ડ્રીન્કસ, બોલ તેમજ મેડલનાં સ્પોન્સર દ્વારા સ્પોન્સર શીપ પણ મળેલ. ટુર્નામેન્ટ ને નિહાળવા પરિવારનાં સભ્યો ને આમંત્રણ પાઠવવામાં આવેલ. જેમાં પૂર્વ પ્રમુખો અને ટ્રસ્ટીઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા તેમજ પ્રેરક બળ પૂરું પાડવા હાજરી આપેલ.
કાર્યક્રમના અંતે મહાનુભાવો ની હાજરીમાં વિનર અને રનર્સ અપ ટીમ ને ટ્રોફી થી અભિવાદિત કરવામાં આવેલ તેમજ અન્ય ખેલાડીઓને તેમના પરફોર્મન્સ મુજબ ટ્રોફી એનાયત કરવામાં આવેલ અને વિજેતા ટીમના તમામ ખેલાડીઓને ઓમકાર જવેલર્સ તરફ થી આકર્ષક ગીફ્ટ આપવામાં આવેલ. કાર્યક્રમ નું સમગ્ર સંચાલન આશિષ વઘાસીયા એ કરેલ.
Advt.