હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે સરકારના રમત ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહા કુંભ ૨.૦ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે શાળા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષાના તબક્કા સુધી આયોજન કરવામાં આવેલ છે જેના અતર્ગત છોટાઉદેપુર જીલ્લાનો કાર્યક્રમ આ પ્રમાણે નક્કી થયેલ છે. શાળા અને ગ્રામ્યકક્ષાની સ્પર્ધા તા.૩-૪ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૫ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જીલ્લા કક્ષાની સ્પર્ધા ૧૯ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા ૧૭ ફેબ્રુઆરીથી ૦૭ માર્ચ દરમિયાન યોજવામાં આવનાર છે. આ અંગે કોઈ પુછપરછ હોય તો જીલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીનો હેલ્પલાઈન નં.૯૩૨૮૨૯૧૫૬૭ પર સંપર્ક કરવા સુચન છે