જેતપુરમા સદભાવના એકતા સમિતિ જેતપુર દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

જેતપુર,

 

સદભાવના એકતા સમિતિ જેતપુર દ્વારા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ના મુંબઈ નિવાસસ્થાન સ્મારક રાજગૃહ પર થયેલ હુમલા બાબતે જેતપુર ખાતે  મામલતદાર કચેરી એ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના બંધારણના રચયિતા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને કે

જ્યાં તેઓ રહેતા અને તે નિવાસ સ્થાન રાષ્ટ્રીય ધરોહર જાહેર કરેલ હતું અને રાજગૃહ ના પુસ્તકાલય માં 50,000 થી વધુ પુસ્તકો ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકરના અસ્થિ તેમજ તેમના જીવનને લગતા અનેક મહત્વના સંસ્મરણોનો સંગ્રહ છે, જેમાં આ સ્મારક રાજગૃહ ઉપર કેટલાક અસામાજિક વિરોધી તત્વો દ્વારા હુમલો કરી તોડફોડ કરી નુકશાન કરવાનો પ્રયાસ કરેલ જે ઘટના અત્યંત દુઃખદ અને વેદના પૂર્ણ છે.

એ બાબતે જેતપુરના તમામ પ્રબુદ્ધ નાગરિક અને સમાજના અગ્રણી ઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment