ભાવનગર શહેરનો તા.૨૩ એપ્રિલે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર શહેરની જનતા માટે‌ તા.૨૩/૦૪/૨૦૨૫ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, (મહેસૂલ) ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે.  ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા. ૧૧/૦૪/૨૦૨૫ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. …

Read More

ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

હિન્દ ન્યુઝ, ભાવનગર     ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાકલપુર ગામના વતની છે તેમજ આજથી આઠ વર્ષ પહેલા તેમના લગ્ન થઇ ગયેલ છે અને તેમના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન બહાર સંબંધ હોવાથી મહિલાને બોલાવતા…

Read More

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩ એપ્રિલના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ઘોઘા તાલુકા/ ગ્રામ કક્ષાનો એપ્રિલ – ૨૦૨૫ નો તાલુકા/ ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩/૦૪/૨૦૨૫ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૬/૦૪/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ…

Read More

ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની સ્વિમિંગ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા. ૨૩ થી તા. ૨૮ એપ્રિલ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની સ્વિમિંગ અં. ૧૧, અં. ૧૪ અને અં. ૧૭ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૩-૦૪-૨૦૨૫ થી ૨૮-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે.  અં.૧૧ વયજુથના ભાઈઓ અને બહેનો, અં.૧૪ વયજુથના બહેનો અને અં.૧૭ વયજુથના બહેનો માટે રિપોર્ટિંગ તા. ૨૩-૦૪-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૮ કલાક સુધીનો રહેશે. તા.…

Read More

ધોધા તાલુકાના ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે રમઝાન ઈદ પછી ઉર્ષનાં મેળા અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા. ૦૮/૦૪/૨૦૨૫ થી તા. ૧૦/૪/૨૦૨૫ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા. ૦૮/૦૪/૨૦૨૫ થી તા. ૧૦/૪/૨૦૨૫ સુધી ૩ દિવસ ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં…

Read More

તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ગજરાબેન ડી.મકવાણા ઉપસ્થિતમાં યોજાયો હતો.  સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના નિવૃત સુપ્રિટેન્ડેટ જશુભાઈએ મકવાણાએ રૂ.બે હજારની રોકડ રાશી શાળાને આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ બામણગામના ચેરમેન યોગેશભાઈ ઠક્કર હાજર રહી બાળકોને આશીર્વચન પાઠવી ૪૨ બાળકોને શૈક્ષણિક કીટની ભેટ આપી હતી. સામાજિક કાર્યકર ભાનુબેન પરમાર, ડૉ.માયકલ માર્ટીન હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખાખસર શાળાના ભૂતપૂર્વ શિક્ષક વિરમભાઇ રબારી,અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.    કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ…

Read More

“વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત આણંદ રેલવે સ્ટેશન તરફથી આસ્થા સખીમંડળને ફાળવવા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આણંદ     પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ માટે અનોખું પ્લેટફોર્મ મળી રહે તે માટે રેલવે પ્રસાશન તરફથી સ્થાનિક વિસ્તારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા વેપારીઓને નજીવા દરે દુકાન ફાળવવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં આણંદ રેલવે સ્ટેશન તરફથી મિશન મંગલમ હેઠળ ચાલતી ૭૦ બહેનો દ્વારા ચલાવવામાં આવતી ગામઠી ગામની આસ્થા સખીમંડળને ફાળવવામાં આવી છે. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના સૂત્રને આણંદ રેલવે સ્ટેશન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. જેમાં…

Read More

વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી..

હિન્દ ન્યુઝ, આણંદ      વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો… •ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.  •આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એક ડીસ્ટ્રીક હોસ્પિટલ, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ, આયુષ્માન ભારત, રસીકરણ, ડાયાલિસિસ સેન્ટર, વિવિધ ચેપી રોગો તથા બિનચેપી રોગોની સેવાઓ…

Read More

“૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ” : સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય

હિન્દ ન્યુઝ, આણંદ     World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.  “વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણીનો ઇતિહાસ જોઇએ તો, ઇ.સ.1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાએ નક્કી કર્યા મુજબ દુનિયાના…

Read More

પ્રાકૃતિક ખેતીની કમાલ:શક્કર ટેટી અને તરબૂચની મીઠી મધ જેવી આવક

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરના જેસર તાલુકાના મોરચુપણા ગામના ભરતભાઈ સોલંકીએ દોઢ વિઘા જમીનમાંથી પ્રાકૃતિક ખેતીના સહારે તરબૂચ અને શક્કર ટેટીનું વાવેતર કરીને માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં અંદાજે એક થી દોઢ લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શક્કર ટેટી અને તરબૂચની પ્રાકૃતિક ખેતીથી ખુબ જ ટૂંકાગાળામાં મીઠી મધ જેવી આવક મેળવી છે. ખેતીની સફળતા વિશે ભરતભાઈ કહે છે કે, શક્કર ટેટી અને તરબૂચ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ આધારિત હોવાથી બજારમાં મળતી અન્ય શક્કર ટેટી અને તરબુચ કરતાં આમાં મીઠાશ વધુ છે. સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં…

Read More